Made In China : મેડ ઇન ચાઇના ફિલ્મનું સનેડો ગીત રિલીઝ થતાં જ છવાયું, જુઓ Video

મેડ ઇન ચાઇના (Made In China) ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ ધૂમ મચાવી રહ્યું છે. આ ફિલ્મનું ગીત ઓઢણી હિટ થઇ રહ્યું છે આ સંજોગોમાં આ ફિલ્મનું બીજું ગીત સનેડો (Sanedo) રિલીઝ થતાં જ છવાઇ ગયું છે. જુઓ વીડિયો

Made In China : મેડ ઇન ચાઇના ફિલ્મનું સનેડો ગીત રિલીઝ થતાં જ છવાયું, જુઓ Video

નવી દિલ્હી : બોલીવુડ એક્ટર રાજકુમાર રાવની મોસ્ટ અવેટેડ ફિલ્મ મેડ ઇન ચાઇના હાલમાં ચર્ચામાં છે. તાજેતરમાં રિલીઝ થયેલ આ ફિલ્મનું જબરજસ્ત ટ્રેલર સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહ્યું છે. ફિલ્મનું ટ્રેલર એટલું જોરદાર છે કે એ જોયા પછી ફિલ્મ તો જોવી જ પડશે યાર? કહ્યા વિના રહેવાય એવું નથી. આ સંજોગોમાં આ ફિલ્મનું બીજુ ગીત સનેડો રિલીઝ કરાયું છે. જે હાલમાં છવાઇ રહ્યું છે. આ અગાઉ આ ફિલ્મનું ગીત ઓઢણી રિલીઝ કરાયું હતું જે પણ સોશિયલ મીડિયામાં છવાઇ રહ્યું છે. 

સનેડો ગીતમાં રાજકુમાર સાથે મૌની રોય નજર આવી રહી છે. ગીતમાં મોની રોય સાથે રાજકુમાર જબરજસ્ત ડાન્સ કરતો દેખાય છે. આ ગીત મીકા સિંહ, નિકિતા ગાંધી અને બેની દયાલે ગાયું છે. ગીતમાં સચિન જીગરે સંગીત આપ્યું છે. તો આ ગીતના શબ્દો નરેન ભટ્ટ અને જિગર સરૈયાએ આપ્યા છે. 

રાજકુમાર રાવની આ ફિલ્મ કોમેડીની સાથોસાથ બજારવાદ પર આકરા પ્રહાર કરી રહી છે. રાજકુમાર નાનો ધંધો શરૂ કરવાના પ્રયાસમાં હોય છે જે બાદ સર્જાય છે ફિલ્મમાં અનેક રસપ્રદ ઘટનાક્રમો. ટ્રેલર જોયા પછી સમજી શકાય છે કે આ ફિલ્મના બિઝનેસ કરવાના નવા નવા આઇડિયા દર્શકોને લોટપોટ કરી રહ્યા છે. 

ફિલ્મમાં રાજકુમાર રાવ  ઉપરાંત મૌની રોય, અમાયરા દસ્તૂર, પરેશ રાવલ, બોમન ઇરાની અને સુમિત વ્યાસ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 25 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news