ઐશ્વર્યાનું પીયરિયાં સાથે લેટનાઇટ બર્થ-ડે સેલિબ્રેશન, પરિવારજનોની તસવીર જોવા કરો ક્લિક

આજે ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મદિવસ છે

ઐશ્વર્યાનું પીયરિયાં સાથે લેટનાઇટ બર્થ-ડે સેલિબ્રેશન, પરિવારજનોની તસવીર જોવા કરો ક્લિક

મુંબઈ : સામાન્ય રીતે સેલિબ્રેશન ત્યાં સુધી અધુરું છે જ્યાં સુધી આપણા સ્વજન સાથે ન હોય. બોલિવૂડની ટોચની એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન આજે પોતાનો 45મો જન્મદિવસ સેલિબ્રેટ કરી છે. આજના દિવસે તેણે ગઈકાલે લેટનાઇટ કરેલા બર્થ-ડે સેલિબ્રેટની તસવીરો શેયર કરી છે. 

ઐશ્વર્યાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ તસવીર શેયર કરી છે જેમાં તે પરિવાર સાથે કેક કાપી રહી છે. રસપ્રદ વાત તો એ છે કે આ સેલિબ્રેશનમાં એશના પીયરિયાં હાજર છે પણ પતિ અભિષેક બચ્ચન સિવાય સાસરીપક્ષના સભ્યોની હાજરી દેખાતી નથી. આ સેલિબ્રેશન દરમિયાન આખો પરિવાર મસ્તીના મૂડમાં છે. આ સેલિબ્રેશન વખતે નાનકડી આરાધ્યા પણ ભારે ઉત્સાહમાં હતી.  

હાલમાં ઐશ્વર્યા રાય બચ્ચનને તેની ફિલ્મ 'ફન્ને ખાં' માટે ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્ડિયા અવોર્ડમાં જબરદસ્ત ભુમિકા માટે મેરિલ સ્ટ્રીપ અવોર્ડ આપવામાં આવ્યો છે. આ સિવાય ઐશ્વર્યાને અનેક સોશિયલ મુદ્દાઓ વિશે અવાજ ઉઠાવવા બદલ અનેક કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news