O Meri Laila Song: 'લૈલા મજનૂ'નું ગીત તમને નાચવા માટે કરી દેશે મજબૂર

7 સપ્ટેમ્બર, 2018ના દિવસે થિયેટરમાં રિલીઝ થવાની છે આ ફિલ્મ 

O Meri Laila Song: 'લૈલા મજનૂ'નું ગીત તમને નાચવા માટે કરી દેશે મજબૂર

મુંબઈ : થોડા દિવસ પહેલાં ક્લાસિક લવ સ્ટોરી લૈલા મજનૂ પર આધારિત ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. જેને લોકોએ બહુ પસંદ કર્યું હતું. હવે આ ફિલ્મના બીજા ગીત 'ઓ મેરી લૈલા'ને રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ પહેલાં પણ એક ગીત આહિસ્તાત આહિસ્તા રિલીઝ કરવામાં આવ્યું હતું. 'ઓ મેરી લૈલા'ને આતિફ અસલમ અને જ્યોતિકા તંગરીએ ગાયું છે અને શબ્દો લખ્યા છે ઇર્શાદ કામીલ. આ ગીતની ટ્યૂન એટલી સરસ છે કે એ તમને નાચવા મજબૂર કરી દેશે. ગીતના શબ્દો અને જોઈ બરૂઆના સંગીતે જબરદસ્ત કમાલ કર્યો છે. 

જ્યારે કોઈ ફિલ્મમેકર ટ્રેડિશનલ સ્ટોરી પરથી ફિલ્મ બનાવે છે ત્યારે તેની સામે મોટો પડકાર  હોય છે આજના પરિપ્રેક્ષ્યમાં વાર્તાને એવી રીતે રજૂ કરવી કે એની સ્ટાઇલ જળવાઈ રહે. ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલી અને એકતા કપૂરે જ્યારે ‘લૈલા મજનૂ’નું એલાન કર્યું હતું ત્યારે બધાના મનમાં શંકા હતી કે આ અત્યંત જુની અને ચવાઈ ગયેલી વાર્તાને તેઓ કઈ રીતે ન્યાય આપશે?

આ ફિલ્મનું ટ્રેલર જોયા પછી લાગે છે કે ઇમ્તિયાઝ અલી અને એકતા કપૂરે ફિલ્મમાં કાશ્મીરની સુંદરતા અને ત્યાંના વાતાવરણનો રંગ ભરીને એને અલગ દેખાડવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મની વાર્તા યુવાન પ્રેમીઓની ચર્ચાથી શરૂ થાય છે અને પછી તેમનો સંઘર્ષ જોઈને દર્શકોની આંખ ભીની થઈ જશે. 

ફિલ્મ ‘લૈલા મજનૂ’માં અવિનાશ તિવારી અને ત્રિપતી ડિમરે મુખ્ય રોલ ભજવતા જોવા મળી રહ્યા છે. આ બંનેની પહેલી ફિલ્મ છે પણ તેમની એક્ટિંગમાં ગજબની તાજગી છે. બંને કલાકાર ટ્રેલરમાં સારા લાગે છે અને તેમની કેમિસ્ટ્રી ગજબની છે. ફિલ્મનું ડિરેક્શન ઇમ્તિયાઝ અલીના ભાઈ સજ્જાદ અલીએ કર્યુ છે અને એને સપ્ટેમ્બરમાં રિલીઝ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news