કેટરિનાએ પોતાની છેલ્લી રિલેશનશીપ વિશે કર્યો મોટો ખુલાસો, કહ્યું કે...

બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફ અત્યારે પોતાની આગામી ફિલ્મ ‘ભારત’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. કેટરીના કૈફની છેલ્લી બે ફિલ્મો ‘ઝીરો’ અને ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’ પડદા પર ફ્લોપ ગયા બાદ હવે ફિલ્મ ‘ભારત’ આવી રહી છે. 

કેટરિનાએ પોતાની છેલ્લી રિલેશનશીપ વિશે કર્યો મોટો ખુલાસો, કહ્યું કે...

નવી દિલ્હી : બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફ અત્યારે પોતાની આગામી ફિલ્મ ‘ભારત’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. કેટરીના કૈફની છેલ્લી બે ફિલ્મો ‘ઝીરો’ અને ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’ પડદા પર ફ્લોપ ગયા બાદ હવે ફિલ્મ ‘ભારત’ આવી રહી છે. આ ફિલ્મમાં કેટરિના સાથે સલમાન ખાન, જેકી શ્રોફ, દિશા પટ્ટણી અને સુનિલ ગ્રોવર છે.  આ ફિલ્મના પ્રમોશન માટે કેટરિના ઇન્ટરવ્યૂ આપી રહી છે. આવા જ એક ઇન્ટરવ્યૂમાં તેણે અનાહિતા શ્રોફ અડજાણિયા સાથે પોતાની લવલાઇફની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેના જીવનમાં એક તબક્કો એવો પણ હતો જ્યારે તેનું ધ્યાન કામની જગ્યાએ બીજી વસ્તુઓ પર હતું પણ તેને આ વાતનો કોઈ પસ્તાવો નથી. 

કેટરિનાએ કહ્યું છે કે ''મારી જિંદગીમાં એક તબક્કો એવો હતો કે હું મારું ધ્યાન કામ કરતા વધારે બીજી વસ્તુઓ પર હતું. મારું ધ્યાન માત્ર મારી રિલેશનશીપ પર હતું અને હું એનાથી ખુશ હતી. મને એ વાતનો કોઈ અફસોસ નથી.  જોકે પછી મારી જિંદગીમાં બદલાવ આવ્યો. હું કામ વિશે વધારે વિચારવા લાગી. મને લાગે છે મેં જગ્યા પર પહોંચવા બહુ મહેનત કરી છે.''

તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં એન્કરે સવાલ પૂછ્યો હતો કે રણબીર કપૂર સાથે બ્રેકઅપ બાદ તમે શું અનુભવ્યું હતું? જેનો જવાબ આપતાં કેટરિનાએ કહ્યું હતું કે કેટરીનાએ કહ્યું હતું કે અંગત જીવનમાં અને પ્રોફેશનલ લાઈફમાં ઘણું બધું બદલાઈ ગયું હતું, અમારા સંબંધો તૂટતા હું મારી ઘણી વાતો સમજવા માટે અને વિચારવા માટે મજબૂર બની હતી. જે થવાનું હતું, તે થઈ જ ગયું. દરેક ઘટના બનવા પાછળ કોઈને કોઈ કારણ રહેલું હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news