Kashmir Files પછી હવે વિવેક અગ્નિહોત્રીની મોટી જાહેરાત, હવે બનશે Delhi Files

ઘણા યુઝર્સ કહી રહ્યાં છે કે દિલ્હી ફાઇલ્સમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બતાવવામાં આવશે. તો કેટલાક લોકોએ વિવેક અગ્નિહોત્રીને નવા પ્રોજેક્ટ માટે શુભેચ્છા પાઠવી છે. ધ કાશ્મીર ફાઈલ્સ પહેલા, વિવેક અગ્નિહોત્રીએ તેમની ફિલ્મ દ્વારા ઇતિહાસના ઘણા છુપાયેલા રહસ્યો લોકો સમક્ષ લાવ્યા છે.

Kashmir Files પછી હવે વિવેક અગ્નિહોત્રીની મોટી જાહેરાત, હવે બનશે Delhi Files

નવી દિલ્લીઃ થોડા સમય પહેલા રીલિઝ થયેલી કાશ્મીર ફાઈલ્સે રેકોર્ડબ્રેક કમાણી કરી છે. કાશ્મીરી પંડિતોની આપવીતીને સિલ્વર સ્ક્રિન પર બતાવનાર ડાયરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીના ખુબ વખાણ થયા. સ્મૉલ બજેટ ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સે તમામ રેકોર્ડ તોડ્યા છે. ફિલ્મની સફળતા પછી વિવેક રંજન અગ્નીહોત્રીએ નવા પ્રોજેક્ટનું એલાન કર્યું છે.

શું છે વિવેક અગ્નિહોત્રીનો નવો પ્રોજેક્ટ?
ધ કાશ્મીર ફાઈલ્સ પછી વિવેક અગ્નિહોત્રી હવે ધ દિલ્લી ફાઈલ્સ બનાવવાના છે. વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરીને ટાઈટલ જાહેર કર્યું છે. ટ્વીટમાં તેઓએ લખ્યું છે કાશ્મીર ફાઇલ્સ બનાવનાર તમામ લોકોનો હું આભાર માનું છું. છેલ્લા 4 વર્ષથી અમે ઈમાનદારીથી મહેનત કરી છે. મેં તમારો TL સ્પામ કર્યો હશે પરંતુ કાશ્મીરી હિંદુઓ સાથે થયેલા નરસંહાર અને અન્યાય વિશે લોકોને જણાવવું ખૂબ જ જરૂરી હતું. હવે મારી નવી ફિલ્મ પર કામ કરવાનો સમય આવી ગયો છે.

આગામી ટ્વીટમાં, વિવેક અગ્નિહોત્રીએ નવી ફિલ્મની જાહેરાત કરતી વખતે લખ્યું- #TheDelhiFiles. વિવેક અગ્નિહોત્રીના આ નવા પ્રોજેક્ટ વિશે જાણ્યા બાદ લોકોની ઉત્સુક્તા વધી ગઈ છે. સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા જોયા પછી એવું લાગે છે કે તેઓ એ જાણવા માટે બેતાબ છે કે વિવેક અગ્નિહોત્રી દિલ્હી ફાઇલ્સમાં શું બતાવવા જઈ રહ્યા છે.

 

It’s time for me to work on a new film. pic.twitter.com/ruSdnzRRmP

— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 15, 2022
 

 

ઘણા યુઝર્સ કહી રહ્યાં છે કે દિલ્હી ફાઇલ્સમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બતાવવામાં આવશે. તો કેટલાક લોકોએ વિવેક અગ્નિહોત્રીને નવા પ્રોજેક્ટ માટે શુભેચ્છા પાઠવી છે. ધ કાશ્મીર ફાઈલ્સ પહેલા, વિવેક અગ્નિહોત્રીએ તેમની ફિલ્મ દ્વારા ઇતિહાસના ઘણા છુપાયેલા રહસ્યો લોકો સમક્ષ લાવ્યા છે. આ શ્રેણીમાં, ધ તાશ્કંદ ફાઇલ્સ (શાસ્ત્રીને કોણે માર્યા?) વર્ષ 2019માં આવી હતી. આ ફિલ્મ દ્વારા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુનું રહસ્ય ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ માટે વિવેક અગ્નિહોત્રીને બે નેશનલ એવોર્ડ મળ્યા હતા. ધ તાશકંદ ફાઈલ્સ, ધ કાશ્મીર ફાઈલ્સ પછી હવે લોકોને ધ દિલ્લી ફાઈલ્સની રાહ જોઈ રહ્યાં છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news