કાર્તિક આર્યનની પાંચેય આંગળીઓ ઘીમાં કારણ કે....

બોલિવૂડમાં હાલમાં કાર્તિક આર્યનના સિતારા મજબુત ચાલી રહ્યા છે. કાર્તિક બોલિવૂડમાં 'લવ આજકલ 2' તેમજ 'પતિ પત્ની ઔર વો' જેવી ફિલ્મોમાં તો કામ કરી જ રહ્યો છે પણ હવે જબરદસ્ત ફિલ્મની સિક્વલમાં કામ કરી રહ્યો હોવાના સમાચાર આવ્યા છે. આ ફિલ્મમાં કાર્તિકની સાથે જેકલિન ફર્નાન્ડિસની જોડી જોવા મળશે. 

કાર્તિક આર્યનની પાંચેય આંગળીઓ ઘીમાં કારણ કે....

નવી દિલ્હી : બોલિવૂડમાં હાલમાં કાર્તિક આર્યનના સિતારા મજબુત ચાલી રહ્યા છે. કાર્તિક બોલિવૂડમાં 'લવ આજકલ 2' તેમજ 'પતિ પત્ની ઔર વો' જેવી ફિલ્મોમાં તો કામ કરી જ રહ્યો છે પણ હવે જબરદસ્ત ફિલ્મની સિક્વલમાં કામ કરી રહ્યો હોવાના સમાચાર આવ્યા છે. આ ફિલ્મમાં કાર્તિકની સાથે જેકલિન ફર્નાન્ડિસની જોડી જોવા મળશે.  

વેબસાઇટ બોલિવૂડ લાઇફમાં આવેલા સમાચાર પ્રમાણે કાર્તિક અને જેકલિનની જોડી 'ચશ્મે બદ્દુર'માં જબરદસ્ત કોમેડી કરતી જોવા મળશે. હાલમાં મેકર્સ દ્વારા ફિલ્મ માટે તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમની મંજૂરી મળતા જ શૂટિંગ શરૂ કરી દેવામાં આવશે.  

 હાલમાં સારા અલી ખાન અને કાર્તિક આર્યન દિલ્હીમાં લવ આજકલ 2ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 2009ની હિટ ફિલ્મ 'લવ આજ કલ'ની સિક્વલ છે. હાલમાં આ ફિલ્મના સેટ પરનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં સારા જોરજોરથી કાર્તિકના નામની બૂમો પાડે છે.  સારા અલી ખાન અને કાર્તિક આર્યન હાલમાં ‘લવ આજ કલ 2’નું શૂટિંગ કરી રહ્યા છે. બોલિવૂડમાં આ સારાની ત્રીજી ફિલ્મ હશે. આ પહેલા તે સુશાંત સિંહ રાજપૂતના ઓપોઝિટ ‘કેદારનાથ’ અને રણવીર સિંહના આપોઝિટ ‘સિંબા’માં જોવા મળી હતી. ફિલ્મના સેટથી લીક થયેલી ઘણી તસવીરે અને વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news