શાહરૂખ ખાનની નજીકની એક્ટ્રેસ કોરોના પોઝિટિવ, બોલિવૂડનો બીજો કિસ્સો

બોલિવૂડમાં કોરોનાનો આ બીજો કેસ છે. બોલિવૂડના બહુ ગાજેલા સિંગર કનિકા કપૂર (Kanika Kapoor) કેસમાં તેનો છઠ્ઠો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 

શાહરૂખ ખાનની નજીકની એક્ટ્રેસ કોરોના પોઝિટિવ, બોલિવૂડનો બીજો કિસ્સો

મુંબઈ : ‘ચેન્નઈ એક્સપ્રેસ’ તથા ‘રા.વન’ જેવી ફિલ્મના પ્રોડ્યૂસર કરીમ મોરાનીની દીકરી શઝાનો કોરોના (Corona)નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. શઝાને મુંબઈની નાણાવટી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે અને મોરાની પરિવારને કોરોન્ટાઇન કરવામાં આવ્યો છે. મોરાની પરિવાર ફિલ્મ એક્ટર શાહરૂખ ખાનની બહુ નજીક છે. શઝાએ ઓલ્વેઝ કભી કભી, હેપી ન્યી યૂર જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યુ છે. કરીમ મોરાનીએ ચેન્નાઇ એક્સપ્રેસ, દિલવાલે, હેપી ન્યૂ યૂર અને રા.વન જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. 

મીડિયા રિપોર્ટ પ્રમાણે કરીમ મોરાનીનો પરિવાર મુંબઈમાં જુહૂ ખાતે રહે છે. તેમની બંને દીકરીઓમાં કોરોનાા લક્ષણ હતાં. જોકે, દીકરી ઝોયાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તે રાજસ્થાનથી પરત ફરી હતી. પરિવારની બીજી દીકરી શઝા શ્રીલંકાથી પરત ફરી હતી અને તેનામાં કોરોનાના લક્ષણ જોવા મળ્યાં હતાં. તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને નાણાવટી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. બંને દીકરીઓ હોસ્પિટલમાં છે અને બંનેએ તમામ માહિતી આપી હતી કે તેઓ ક્યાં ગયા હતાં અને કોને મળ્યાં હતાં. આ સમયે તેમનું આખું ઘર સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. 

બોલિવૂડમાં કોરોનાનો આ બીજો કેસ છે. બોલિવૂડના બહુ ગાજેલા સિંગર કનિકા કપૂર (Kanika Kapoor) કેસમાં તેનો છઠ્ઠો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કનિકાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, પરંતુ તેણે હજુ 14 દિવસ ઘરમાં ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. મહત્વનું છે કે લંડનથી ભારત પરત ફર્યા બાદ તે કોવિડ 19થી સંક્રમિત થઈ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news