કંગનાએ જાહેરમાં પીએમ મોદી વિશે કહી મોટી વાત, સંબંધ છે 2019ની ચૂંટણી સાથે

બોલિવૂડ  એક્ટ્રેસ કંગના રનૌત બિનધાસ્ત નિવેદન કરવા માટે જાણીતી છે

કંગનાએ જાહેરમાં પીએમ મોદી વિશે કહી મોટી વાત, સંબંધ છે 2019ની ચૂંટણી સાથે

મુંબઈ : બોલિવૂડ  એક્ટ્રેસ કંગના રનૌત બિનધાસ્ત નિવેદન કરવા માટે જાણીતી છે. શનિવારે તે વડાપ્રધાન મોદીના બાળપણ પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ચલો જીતે હૈ’ની સ્ક્રિનિંગમાં પહોંચી હતી. આ સ્ક્રિનિંગ પછી ફિલ્મ જોઈને તેણે વડાપ્રધાનના બહુ વખાણ કર્યા હતા. કંગના રનૌતે કહ્યું કે, 2019ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની જ જીત થવી જોઈએ. તે લોકતંત્ર માટે સૌથી યોગ્ય ઉમેદવાર અને મજબૂત નેતા છે. વડાપ્રધાન આજે જ્યાં પણ છે ત્યાં પોતાના માતા-પિતાના કારણે નહીં પણ પોતાની મહેનતથી પહોંચ્યા છે. તેમને આગામી પાંચ વર્ષ માટે પણ તક મળવી જોઈએ. કારણકે દેશને ખાડામાંથી નીકાળવા માટે પાંચ વર્ષનો સમય ઘણો ઓછો છે.

— ANI (@ANI) July 28, 2018

રાજનીતિમાં આવવાના સવાલ પર કંગના રનૌતે એક ન્યુઝ ચેનલને કહ્યું હતું કે, રાજનીતિમાં આવવા માટે તે અત્યારે ઘણી નાની છે. જો કે આવનારા સમયમાં જો તક મળશે તો દેશની સેવા કરવાની તક નહીં ચુકે. મળતી માહિતી પ્રમાણે શનિવારના રોજ મુંબઈમાં ચલો જીતે હૈનું સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યુ હતું. આ પહેલાં દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં પણ સ્ક્રીનિંગ હતી. ફિલ્મ 29 જુલાઈના દિવસે હોટસ્ટાર પર રીલિઝ થશે.

માર્કેટ તેમજ પીઆરના જમાનામાં ફિલ્મ પોતાના વિષયની સાથેસાથે પ્રચાર અને પ્રસારને કારણે ચાલે છે. જો ફિલ્મને પ્લાનિંગ કરીને યોગ્ય સમયે રિલીઝ કરવામાં આવે ધમાકેદાર ઓપનિંગ મળે છે. આ વાતને બોલિવૂડ હિરોઇન કંગના બહુ સારી રીતે સમજી ગઈ છે. આ કારણે જ તે પોતાની આગામી ફિલ્મ ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઓફ ઝાંસી’ને 2018ની જગ્યાએ 26 જાન્યુઆરીના દિવસે રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. લેટેસ્ટ સમાચાર પ્રમાણે કંગનાની ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઓફ ઝાંસી’નું ઓફિશિયલ ટ્રેલર 15 ઓગસ્ટે રિલીઝ થનારી અક્ષયકુમારની ‘ગોલ્ડ’ સાથે જોડાયેલું હશે. હકીકતમાં કંગનાની ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઓફ ઝાંસી’ પહેલાં 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી પણ ફિલ્મનં પોસ્ટ પ્રોડક્શન થઈ ન શક્યું હોવાના કારણે તેની રિલીઝ વિલંબમાં પડી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news