Watch: 'પંગા'નું ટ્રેલર થયું વાયરલ, લોકોએ કહ્યું- કંગનાએ ઇમોશનલ કરી દીધા

અભિનેત્રી કંગના રનૌત (Kangana ranaut)ની ફિલ્મ 'પંગા' (Panga)નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે, જે ખૂબ ચર્ચામાં છે. થોડા સમય પહેલાં આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ જયા (કંગના રનૌત)ના સંઘર્ષ પર છે, જે ભારતીય કબડ્ડી પ્લેયરનો રોલ ભજવી રહી છે. જયા એક સમયે ભારતીય કબડ્ડી ટીમની કેપ્ટન હતી.

Watch: 'પંગા'નું ટ્રેલર થયું વાયરલ, લોકોએ કહ્યું- કંગનાએ ઇમોશનલ કરી દીધા

નવી દિલ્હી: અભિનેત્રી કંગના રનૌત (Kangana ranaut)ની ફિલ્મ 'પંગા' (Panga)નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે, જે ખૂબ ચર્ચામાં છે. થોડા સમય પહેલાં આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ જયા (કંગના રનૌત)ના સંઘર્ષ પર છે, જે ભારતીય કબડ્ડી પ્લેયરનો રોલ ભજવી રહી છે. જયા એક સમયે ભારતીય કબડ્ડી ટીમની કેપ્ટન હતી, હવે તે જીંદગીમાં લગ્ન કરવા માટે ખૂબ આગળ વધી ચૂકી છે. 

આ ટ્રેલરની શરૂઆતમાં કંગના રનૌત કબડ્ડી પ્લેયર જયાની ટી-શર્ટ પહેરેલી જોવા મળે છે. ત્યારબાદ સીન બદલાઇ જાય છે, હવે જયા હાઉસ વાઇફ છે અને એક બાળકની માતા છે. કંગના રનૌતની ફેમિલી લાઇફ સારી છે, પરંતુ ખેલાડી તરીકે જીવવાની તેની ઇચ્છા ક્યાંક ને ક્યાંક પરેશાન કરે છે. તેમાં કંગના રનૌતનો પુત્ર અને પતિ તેનો ભરપૂર સાથે આપે છે. કંગનાનો પુત્ર ટ્રેલરમાં કહે છે કે મમ્મીની ઉંમર શું છે, તો પિતા કહે છે 32, તો શું તેમની કબડ્ડી ટીમમાં વાપસી ન થઇ શકે. કંગના રનૌત કહે છે કે પંગો લેવો છે. જે સપનું જુએ છે પંગો લે છે. ફિલ્મના ટ્રેલરના ઘણા સીન ભાવુક કરી દે છે કેવી રીતે એક મહિલા નેશનલ ટીમમાં વાપસી માટે સંઘર્ષ કરે છે. 

આ ફિલ્મમાં કંગના રનૌત સાથે ઋચા ચઢ્ઢા અને નીના ગુપ્તા પણ મુખ્ય ભૂમિકામાં છે. નીના બની છે કંગનાની મા અને ઋચા ચઢ્ઢા બની છે કંગનાની મિત્ર. આ ફિલ્મનું નિર્દેશન 'નિલ બટ્ટે સન્નાટા' અને બરેલી કી બરફીના નિર્દેશક અશ્વિની ઐય્યર તિવારીએ કર્યું છે. ફિલ્મમાં કંગના રનૌતના પતિની ભૂમિકા જસ્સી ગિલ ભજવી રહ્યા છે.

આ ફિલ્મના ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. જોકે કેટલાક યૂઝર્સને આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડાની મેરી કોમની ઝલક જોવા મળી હતી. તો કેટલાક યૂઝર્સ કહી રહ્યા છે કે કંગનાએ ફરી એકવાર કમાલ કરી દીધી. આ ફિલ્મનું ટ્રેલર જોતાં યૂઝર એવોર્ડ વિનિંગ ફિલ્મ ગણાવી રહ્યા છે. ફિલ્મનું નિર્માણ ફોક્સ સ્ટાર સ્ટૂડિયોએ કહ્યું છે જ્યારે સંગીત શંકર એહસાન લોયનું છે. 'પંગા' 24 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ફિલ્મની સીધી ટક્કર વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3ડી' સાથે થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news