Tejas On OTT: કંગના રનૌતની ફિલ્મ તેજસ 2 OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ, જાણો રિલીઝ ડેટ

Tejas On OTT: કંગના રનૌત આશા વ્યક્ત કરી છે કે વડાપ્રધાન મોદીએ તેની ફિલ્મ તેજસ જોઈ હશે. આ ફિલ્મમાં કંગના રનૌત ભારતીય વાયુસેનાની પાયલોટ બની છે જેનું નામ તેજસ ગીલ હોય છે. ફિલ્મમાં તેજસ ગીલ વાયુ સેનાના વિમાન તેજસમાં ઉડાન ભરે છે અને દુશ્મનોને હરાવે છે.

Tejas On OTT: કંગના રનૌતની ફિલ્મ તેજસ 2 OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ, જાણો રિલીઝ ડેટ

Tejas On OTT: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફાઈટર જેટ તેજસમાં ઉડાન ભરી હતી. દેશભરના લોકોની નજર તેમના પર હતી. તેજસમાં ઉડાન ભર્યા પછી વડાપ્રધાન મોદીએ પોતાના અનુભવને દેશવાસીઓ સાથે શેર પણ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટ પછી બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે પણ એક ટ્વીટ કરી છે. કંગના રનૌત આશા વ્યક્ત કરી છે કે વડાપ્રધાન મોદીએ તેની ફિલ્મ તેજસ જોઈ હશે. આ ફિલ્મમાં કંગના રનૌત ભારતીય વાયુસેનાની પાયલોટ બની છે જેનું નામ તેજસ ગીલ હોય છે. ફિલ્મમાં તેજસ ગીલ વાયુ સેનાના વિમાન તેજસમાં ઉડાન ભરે છે અને દુશ્મનોને હરાવે છે.

જોકે કંગના રનૌતની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી ન હતી. આ ફિલ્મને જોઈએ તેવી સફળતા મળી નહીં. થિયેટર સુધી દર્શકોને લઈ જવામાં નિષ્ફળ રહેલી કંગના રનૌતની ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ વાતની જાણકારી પણ કંગના રનૌત ટ્વિટ કરીને આપી છે. 

— Kangana Ranaut (@KanganaTeam) November 25, 2023

કંગના રનૌત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટ્વીટને રીટ્વિટ કરીને જણાવ્યું છે કે, તેની ફિલ્મ તેજસ ટૂંક સમયમાં જ બે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. કંગનાએ લખ્યું છે કે જે લોકોએ તેજસ થિયેટરમાં જોઈ નથી તેમના માટે તેજસ ફિલ્મ ઝી5 અને સોની લીવ પર ટૂંક સમયમાં રિલીઝ થશે. 

જોકે આ બંને ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ ક્યારથી જોવા મળશે તેની ડેટ સામે આવી નથી. પણ એ વાત નક્કી છે કે કંગના રનૌતની ફિલ્મ એક નહીં પરંતુ બે ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે. ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં કંગના રનૌત તેજસ ગીલ નામની ફાઈટર પ્લેન પાઇલોટની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મ ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ હતી પરંતુ બોક્સ ઓફિસ પર શરૂ પ્રદર્શન કરી શકે નહીં. હવે દર્શકોની નજર કંગના રનૌતની આગામી ફિલ્મ ઇમરજન્સી પર હશે. ઈમરજન્સી ફિલ્મ આગામી વર્ષે થિયેટરમાં રિલીઝ થશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news