કંગના રનોતની સરકાર પાસે માગ- પરત લેવામાં આવે કરણ જોહરનો પદ્મ શ્રી એવોર્ડ

અભિનેત્રી કંગનાએ ફરી કરણ જોહરની ટીકા કરી છે અને ભારત સરકાર પાસે માગ કરી છે કે તે કરણ જોહરનો પદ્મ શ્રી પરત લે. 

 કંગના રનોતની સરકાર પાસે માગ- પરત લેવામાં આવે કરણ જોહરનો પદ્મ શ્રી એવોર્ડ

નવી દિલ્હીઃ પોતાની ફિલ્મો સિવાય પોતાના આક્રમક નિવેદન માટે જાણીતી અભિનેત્રી કંગના રનોત સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી નેપોટિઝમ અને બોલીવુડમાં જૂથવાદ પર પોતાનો મત રાખી રહી છે. કંગના રનોત સતત કરણ જોહર અને મહેશ ભટ્ટ જેવા ફિલ્મમેકર્સ પર હુમલો કરી રહી છે. એકવાર ફરી તેણે કરણ જોહરની ટીકા કરી છે અને ભારત સરકાર પાસે માગ કરી છે કે તે કરણ જોહરનો પદ્મ શ્રી પરત લે. 

કંગનાના ટ્વીટર એકાઉન્ટ પર કરણ જોહર વિરુદ્ધ ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં તેના પર સુશાંત સિંહ રાજપૂતના કરિયરને બરબાદ કરવાનું, ઉરી હુમલાના સમયે પાકિસ્તાનને સમર્થન કરવા અને સેના વિરુદ્ધ ફિલ્મ બનાવવાનો આરોપ લગાવ્યો છે. ટ્વીટમાં કંગનાની ટીમે લખ્યું, 'હું ભારત સરકારને આગ્રહ કરુ છું કે કરણ જોહરનો પદ્મ શ્રી પરત લેવામાં આવે. તેમણે મને જાહેરમાં ધમકાવી અને એક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ કહ્યું કે, હું ઈન્ડસ્ટ્રી છોડી દઉં. તેણે સુશાંતનું કરિયર બરબાદ કર્યું, ઉરી હુમલાના સમયે પાકિસ્તાનનું સમર્થન કર્યું અને હવે સેના વિરુદ્ધ એક એન્ટીનેશનલ ફિલ્મ બનાવી છે.'

— Kangana Ranaut (@KanganaTeam) August 18, 2020

કંગનાનું આ ટ્વીટ અન્ય એક ટ્વીટને રીટ્વીટ કરતા લખવામાં આવ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા પાયલટ ગુંજન સક્સેના નહીં પરંતુ શ્રીવૈદ્ય રંજન હતી. તેમાં તે દાવો કરવામાં આવ્યો છે કે ગુંજન સક્સેનાની બાયોપિકમાં ઘણા બધા ફેક્ટ્સને અલગ રીતે રજૂ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ પહેલા કરણ જોહરના પ્રોડક્શનમાં બનેલી જાન્હવી કપૂરની ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લની પણ કંગનાએ ટીકા કરી હતી. આ સિવાય કંગના રનોતની ટીમે તે પણ આશંકા વ્યક્ત કરી હતી કે જલદી તેનું એકાઉન્ટ બ્લોક કરવામાં આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news