આ બે રાજ્યોમાં ટેક્સ ફ્રી થઈ દીપિકાની ફિલ્મ 'છપાક', CMએ કરી જાહેરાત
એસિડ એટેક સર્વાઇવરની જિંદગી પર બનેલી દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક શુક્રવાર 10 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.
Trending Photos
ભોપાલઃ એસિડ એટેક સર્વાઇવરની જિંદગી પર બનેલી દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની ફિલ્મ છપાક (Chhapaak)ને મધ્યપ્રદેશ (Chhapaak) અને છત્તીસગઢમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. ગુરૂવારે એમપીના સીએમ કમલનાથ (Kamal Nath અને છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ (Bhupesh Baghel)એ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
સીએમ કમલનાથે ટ્વીટ કર્યું કે, 'દીપિકા પાદુકોણની એસિડ એટેક સર્વાઇવર પર બનેલી ફિલ્મ 'છપાક' જે 10 જાન્યુઆરીએ દેશભરના સિનેમાઘરોમાં રિલીથ થઈ રહી છે, તેને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરુ છું.'
दीपिका पादुकोण अभिनीत ऐसिड अटैक सर्वाइवर पर बनी फ़िल्म “
छपाक “ जो 10 जनवरी को देश भर के सिनेमाघरों में रिलीज़ हो रही है , को मध्यप्रदेश में टैक्स फ़्री करने की घोषणा करता हूँ।
1/2
— Office Of Kamal Nath (@OfficeOfKNath) January 9, 2020
સીએમ કમલનાથના સત્તાવાર ટ્વીટ હેન્ડલથી કરવામાં આવેલા બીજા ટ્વીટમાં લખ્યું, 'આ ફિલ્મ સમાજમાં એસિડ પીડિત મહિલાઓને લઈને સકારાત્મક સંદેશ આપવાની સાથે-સાથે તે પીડા, આત્મવિશ્વાસ, સંઘર્ષ, આશા અને જીવવાના જુસ્સાની કહાની પર આધારિત છે અને આવા મામલામાં સમાજના વિચારમાં પરિવર્તન લાવવાના સંદેશ પર આધારિત છે.'
સીએમ ભૂપેશ બઘેલે પોતાના ટ્વીટમાં લખ્યું કે, 'સમાજમાં મહિલાઓ પર તેજાબથી હુમલો કરવા જેવા ગુનાને દર્શાવતી અને આપણા સમાજને જાગરુત કરતી હિન્દી ફિલ્મ 'છપાક'ને સરકારે છત્તીસગઢમાં ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય કર્યો છે, તમે બધા સહપરિવાર જાવ, તમે જાગરૂત બનો અને સમાજને જાગરૂત કરો.'
समाज में महिलाओं के ऊपर तेजाब से हमले करने जैसे जघन्य अपराध को दर्शाती एवं हमारे समाज को जागरूक करती हिंदी फिल्म "छपाक" को सरकार ने छत्तीसगढ़ प्रदेश में टैक्स फ्री करने का निर्णय लिया है।
आप सब भी सपरिवार जाएं, स्वयं जागरूक बनें और समाज को जागरूक करें।
— Bhupesh Baghel (@bhupeshbaghel) January 9, 2020
મહત્વનું છે કે આ ફિલ્મમાં દીપિકા એસિડ એટેક પીડિતાની ભૂમિકા ભજવી રહી છે. જેનું ફિલ્મમાં નામ માલતી છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે, જે લક્ષ્મી અગ્રવાલની કહાની છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે