Nysa Devgn Trolled: ક્રિસમસ પાર્ટીમાં ન્યાસાનો બોલ્ડ અવતાર જોઇ યૂઝર્સ કરવા લાગ્યા ટ્રોલ, કાજોલની લાડલીએ કરી આવી હરકત!

Kajol Ajay Devgn ની પુત્રી પોતાના શોકિંગ ટ્રાંસફોર્મેશનના લીધે ચર્ચામાં રહે છે. આ હસીનાને તાજેતરમાં જ પોતાના મિત્રોની સાથે સ્પોટ કરવામાં આવી હતી જેમાં તેમણે હદથી વધુ રિવીલિંગ ડ્રેસમાં એવી હરકત કરી કે ટ્રોલર્સ તેની પાછળ પડી ગયા. 

Nysa Devgn Trolled: ક્રિસમસ પાર્ટીમાં ન્યાસાનો બોલ્ડ અવતાર જોઇ યૂઝર્સ કરવા લાગ્યા ટ્રોલ,  કાજોલની લાડલીએ કરી આવી હરકત!

Nysa Devgn Bold Video Trolled: વાત છે અહીં અજય દેવગણ અને કાજોલની દીકરી ન્યાસાની. જેની બી-ટાઉનની હોટ ડીવામાં ગણતરી થાય છે. બોલીવુડમાં એન્ટ્રી કરી ન હોવા છતાં પણ તેનો ગજબનો એટીટ્યુડ છે. ન્યાસા દેવગણ હજુ 20 વર્ષની પણ નથી થઈ છતાં પણ જાહેરમાં તેના કોન્ફીડન્સમાં ક્યાંય ઉણપ દેખાતી નથી. એ સાબિત કરી છે કે તે કાજોલ અને અજય દેવગનની દીકરી છે. ન્યાસા અનેકવાર કપડાંના કારણે વિવાદમાં આવી ચૂકી છે. હવે ફરી એ નવા વર્ષના શરૂઆતના દિવસોમાં કપડાંને કારણે ટ્રોલ થવા લાગી છે. 

સ્ટાર કિડ્સની પાર્ટીઓમાં પાપારાઝીની હાજરી ન હોય તેવું શક્ય જ નથી. ઘણીવાર તેઓ કેમેરામાં કેદ થઇ જાય છે અને તેઓએ પણ ટ્રોલ્સનો સામનો કરવો પડે છે. દેશ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ન્યાસા તેના મિત્રો સાથે ક્રિસમસ પાર્ટી કરતી જોવા મળી હતી. પાર્ટીમાં તેણે ડીપ નેક ડ્રેસ પહેર્યો હતો અને તેની ચાલ પરથી તેણે નશો કર્યો હોય તેમ તેના પગ લથડાઈ રહ્યા હતા અને તેને સોશ્યલ મીડિયા યુઝર્સે ટ્રોલ કરીને ઘણું ન કહેવાનું કહ્યું હતું.

ન્યાસા દેવગણ સ્ટાર કીડ છે અને આજકાલ તે મુંબઈમાં પાર્ટી કરતી નજરે આવી રહી છે. કાજોલ અને અજય દેવગને તેને વિદેશમાં ભણાવી છે. 

ક્રિસમસની પાર્ટીમાં તે મિત્રો ઔરી, સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહીમ અલી ખાન અને અર્જુન રામપાલની દીકરી મહિકા રામપાલ સાથે સ્પોટ થઈ હતી. જેમાં તેના કપડાં એ ચર્ચાનો વિષય હતા.  

ન્યાસા દેવગણ પાર્ટી કરીને બહાર નીકળી તે સમયનો એક વિડીઓ હાલમાં વાયરલ થયો છે. જેમાં ફૂલ એટીટ્યુડમાં નજર આવતાં ઘણાએ તે નશામાં હોવાનું પણ અનુમાન લગાવ્યું છે. 

વાયરલ ફોટોગ્રાફ અને વીડિયોમાં તે મિત્ર ઔરી સાથે નજર આવી રહી છે. ઓરી જહાનવી અને ખુશીનો પણ મિત્ર છે. 

ન્યાસાને ટ્રોલ કરતા લોકોએ કહ્યું હતું કે, ન્યાસા નશેડી તો થઇ ગઈ છે, તો બીજાએ કહ્યું હતું કે શું આટલી ઓવર એક્ટિંગ કરવી જરૂરી છે? બીજા એક ટ્રોલરે કમેન્ટ કરતા કહ્યું હતું કે, તે એટલા બધા નશામાં છે કે તેને ચાલવાનો પણ હોશ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news