PM મોદીની અપીલ વિશે કબીર બેદીએ આપ્યું નિવેદન, કહ્યું કે...

લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને પોતાના મતદાનના અધિકારનો વપરાશ કરવા માટે અપીલ કરી છે

PM મોદીની અપીલ વિશે કબીર બેદીએ આપ્યું નિવેદન, કહ્યું કે...

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને પોતાના મતદાનના અધિકારનો વપરાશ કરવા માટે અપીલ કરી છે. દેશના વડાપ્રધાનથી માંડીને અનેક સેલિબ્રિટી મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે. બોલિવૂડના લોકપ્રિય એક્ટર કબીર બેદીએ પીએમને ટેગ કરીને ટ્વિટર પર પોસ્ટ લખી છે કે ભલે હું વ્યક્તિગત રીતે તમારા અનેક મુદ્દાઓ સાથે સંમત નથી પણ તમે દેશના બેસ્ટ પીએમ છો. 

કબીર બેદીએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે મેં 2014માં તમને સપોર્ટ કર્યો હતો અને હું તમને ફરીથી પીએમ બનતા જોવા માંગુ છું. 

— KABIR BEDI (@iKabirBedi) 25 March 2019

નોંધનીય છે કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્ધાન મોદીએ અનેક નેતાઓ, ખેલાડીઓ તેમજ અભિનેતાઓને લોકોને ચૂંટણી માટે પ્રોત્સાહિત કરવાનો આગ્રહ કર્યો હતો. આ પ્રચાર માટે વડાપ્રધાન આમિર ખાન, શાહરૂખ ખાન અને સલમાન ખાનને પણ ટેગ કર્યા હતા.

આ પ્રોજેક્ટ અંતર્ગત વડાપ્રધાને પી.વી. સિંધુ, સાઇના નહેવાલ, એસ. કિદાંબી, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રતન તાતા તેમજ આનંદ મહિન્દ્રાને પણ લોકોને મત આપવા માટે પ્રોત્સાહિત કરવાનું કહ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news