'શોલે'ના 'કાલિયા'તરીકે જાણિતા વિજૂ ખોટેનું હાર્ટ એટેકથી નિધન

એક નાનકડા સીન દ્વારા દર્શકોના દિલો પર પોતાનું સ્થાન બનાવનાર કલાકાર વીજૂ ખોટેને આપણે ઘણી ફિલ્મોમાં જોયા અને પસંદ કર્યા. શોલેમાં કાલિયા ઉપરાંત, કોમેડી ફિલ્મ 'અંદાજ અપના-અપના'માં પણ વીજુ ખોટેના 'રોબર્ટ'ના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું

'શોલે'ના 'કાલિયા'તરીકે જાણિતા વિજૂ ખોટેનું હાર્ટ એટેકથી નિધન

નવી દિલ્હી: બોલીવુડના ઇતિહાસમાં ફિલ્મ 'શોલે (Sholay)' અને તેના એક-એક ડાયલોગ ઐતિહાસિક છે. ફિલ્મના પાત્રોની છબિ આપણા મગજમાં છપાઇ ગઇ છે. જય-વીરૂ, બસંતી ઉપરાંત ગબ્બર, સાંભા અને કાલિયાના પાત્ર અમર થઇ ચૂક્યા છે. તો બીજી તરફ 'શોલે' ફિલ્મમાં 'કાલિયા'ના પાત્રથી જાણિતા બનેલા વિજૂ ખોટે (Viju Khote) નું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. પોતાના અભિનયથી લોકોના દિલ પર રાજ કરનાર 78 વર્ષીય વિજય ખોટેએ આજે મુંબઇ સ્થિત પોતાના નિવાસ સ્થાને અંતિ શ્વાસ લીધા હતા. 

ઘણી ફિલ્મોમાં કર્યું છે કામ
એક નાનકડા સીન દ્વારા દર્શકોના દિલો પર પોતાનું સ્થાન બનાવનાર કલાકાર વીજૂ ખોટેને આપણે ઘણી ફિલ્મોમાં જોયા અને પસંદ કર્યા. શોલેમાં કાલિયા ઉપરાંત, કોમેડી ફિલ્મ 'અંદાજ અપના-અપના'માં પણ વીજુ ખોટેના 'રોબર્ટ'ના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું જેમાં તેમનો ડાયલોગ 'ભૂલથી મિસ્ટેક થઇ ગઇ' ખૂબ ફેમસ થયો હતો. 

લાંબા સમયથી બીમાર
ખૂબ લાંબા સમયથી બિમાર વિજૂ ખોટેને તાજેતરમાં જ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. 300થી વધુ હિંદી મરાઠી ફિલ્મો અને ધારાવાહિકોમાં કામ કરી ચૂક્યા છે. સોમવારે સવારે લગભગ 11 વાગે અંતિમ દર્શન બાદ તેમની અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news