Sushant Singh Rajputના ન્યાય માટે અમેરિકામાં ઉઠ્યો અવાજ, રસ્તા પર જોવા મળ્યા બોર્ડ
Trending Photos
નવી દિલ્હી: સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નો કેસ હવે સીબીઆઇના હાથમાં છે. ચાહકો સોશિયલ મીડિયા દ્વારા સતત સુશાંત સિંહ રાજપૂતને ન્યાયની માંગ કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર જસ્ટિસ ફોર સુશાંત સિંહ રાજપૂત હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ કેસને લઇને હવે દેશમાં નહીં પરંતુ વિદેશોમાં પણ ન્યાયનો અવાજ ઉઠી રહ્યો છે. સુશાંત સિંહ રાજપૂત ગયા બાદ પણ દુનિયાભરમાં તેના ચાહકોમાં કોઇ ઘટાડો થયો નથી. તમને જણાવી દઇએ કે, અમેરિકાના લોકો પણ સુશાંત સિંહ રાજપૂતને ન્યાય અપાવવા માટે ઝૂંબેશમાં સામેલ થયા છે.
તાજેતરમાં એક્ટરની બહેન શ્વેતા સિંહ ક્રીર્તિ (Shweta Singh Kirti)એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો અમેરિકાના કેલિફોર્નિયાનો છે. આ સાથે જ સુશાંતની બહેન શ્વેતાએ કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં સુશાંત સિંહ રાજપૂતના નામનું બેનર અમેરિકાના રસ્તાઓ પર જોવા મળી રહ્યું છે. આ બેનર્સ પર જસ્ટિસ ફોર સુશાંત સિંહ રાજપૂત લખેલું જોવા મળી રહ્યું છે. તસવીરો શેર કરતા શ્વેતાએ કેપ્શનમાં લખ્યું, ભાઇ કેલિફોર્નિયામાં બિલબોર્ડ. હવે આ વિશ્વવ્યાપી આંદોલન છે.
તમને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતે 34 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહ્યું. છિછોરે એક્ટર તેના બાન્દ્રાવાળા ઘરમાં 14 જુનના મૃત સ્થિતિમાં મળ્યો હતો. એક્ટરના નિધન બાદ સમગ્ર દેશ શોકમાં આવી ગયો હતો. એક્ટરના નિધનને લઇને ઘણા સવાલો ઉઠી રહ્યાં હતા. આ મામલે હવે દરરોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે