આ અભિનેત્રીએ પહેર્યા એવા જૂતા, લોકોની આંખો થઈ ગઈ પહોળી, જુઓ VIDEO
Trending Photos
નવી દિલ્હી: હોલિવૂડની અભિનેત્રી અને વર્લ્ડ ફેમસ સિંગર જેનિફર લોપેઝ નવા નવા ધડાકા કરવા માટે જાણીતી છે. થોડા દિવસ પહેલા જ પોતાનો 49મો જન્મદિવસ ઉજવનારી જેલો (પેટનેમ)ની સ્ટાઈલ અને સ્વેગ જોઈને તેની ઉંમરનો અંદાજ ન લગાવી શકાય. જો કે હાલમાં જ તે ન્યૂયોર્કના રસ્તા પર અનોખી ટાઈપના જૂતા પહેરીને જતી જોવા મળી. જેનિફર લોપેઝના આ ડેનિમ શૂઝ એટલા અનોખા હતાં કે જેણે જોયા તે જોતા જ રહી ગયાં.
જેનિફર લોપેઝના આ શૂઝ ખુબ જ અલગ હતાં. તે વર્સાચે (Versace)ના ડેનિમ શૂઝ હતા અને લોંગ બૂટ હતાં. જેનિફરનું કહેવું છે કે આ એકદમ અલગ હતાં. આ જ કારણે ચર્ચામાં આવ્યાં. આ જૂતા પર પોલીસનો બેઝ પણ લાગ્યો છે. સોશિયલ મીડિયા પર લોપેઝના આ શૂઝ હોટ ટોપિક બન્યા છે. તેને લઈને જો કે મજાક પણ થઈ રહી છે. જો કે જેનિફર તો પોતાની ખાસ પ્રકારની ફેશન માટે જાણીતી જ છે. તેને ક્યાં કોઈની પરવા છે. આ ખરેખર એવા જૂતા હતાં કે જાણે એવું લાગતું હતું કે તે પહેર્યા બાદ પેન્ટની જરૂર જ નથી. જેનિફરે પણ કઈંક એવું જ કર્યુ એવું દેખાયું.
જેનિફર લોપેઝ સિંગિંગ અને એક્ટિંગના કારણે જાણીતી છે. તેણે 3 લગ્ન કર્યા છે. બે બાળકો છે. જેનિફર એનાકોન્ડા (1997), આફટ ઓફ સાઈટ (1998) જેવી સુપરહીટ ફિલ્મોમાં જોવા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે