Jaya Bachchan: જયા બચ્ચન વિશે મોટો ખુલાસો, જાણો કેમ પુત્રી શ્વેતાએ ખાવો પડતો હતો માર? 

જયા બચ્ચનની ગણતરી સ્ટ્રિક્ટ માતાઓમાં થાય છે. જો કે હવે તેમના વિશે એક એવો ખુલાસો થયો છે કે તે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. જાણો માતા પુત્રીના આ રહસ્ય અંગે. કેમ શ્વેતાએ ખાવો પડતો હતો માર? 

Jaya Bachchan: જયા બચ્ચન વિશે મોટો ખુલાસો, જાણો કેમ પુત્રી શ્વેતાએ ખાવો પડતો હતો માર? 

જયા બચ્ચન પોતાની દીકરી શ્વેતા બચ્ચનની ખુબ નજીક છે. બંને મા-દીકરી હંમેશા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા જોવા મળતા હોય છે. આવામાં જ્યારથી શ્વેતા બચ્ચનની પુત્રી નવ્યા નવેલી નંદાએ પોડકાસ્ટ 'વ્હોટ ધ હેલ નવ્યા' શરૂ કર્યું છે. જો કે એક સમય એવો પણ હતો કે જ્યારે શ્વેતા બચ્ચને માતા જયાને પક્ષપાતી ગણાવ્યા હતા. 

જયા પક્ષપાતી માતા?
એક સમયની વાત છે જ્યારે સમગ્ર બચ્ચન પરિવાર એક સાથે ટોક શો પર પહોંચ્યો હતો. આ દરમિયાન શોના હોસ્ટ સિમી ગરેવાલ સાથે પરિવારના સભ્યોએ ખુબ વાત કરી હતી. સિમી ગરેવાલે જ્યારે શ્વેતા બચ્ચનને સવાલ કર્યો હતો કે અભિષેક અને તેમનામાં તેમના માતા પિતાએ પક્ષપાત કર્યો હતો? જેના પર શ્વેતાએ જવાબ આપ્યો હતો કે જયા હંમેશા અભિષેકનો સાથ આપતા હતા. આ વાત પર બંને માતા પુત્રી હસી પણ પડ્યા હતા. જયાએ કહ્યું હતું કે શ્વેતા હંમેશાથી આમ કહેતી આવી છે. 

શોમાં સિમી ગરેવાલે અમિતાભ અને જયાનો જૂનો વીડિયો પણ દેખાડ્યો હતો. જેમાં જયા કહેતા નજરે પડે છે કે તેમણે શ્વેતા પર અનેકવાર હાથ ઉઠાવ્યો છે, જ્યારે અભિષેક સાથે આવું નથી કર્યું. સિમીએ બંનેને યાદ અપાવ્યું હતું કે અભિષેકે પોતે એ વાત સ્વીકારી છે કે તેઓ છૂપા શેતાન હતા. જ્યારે શ્વેતા સીધી સાદી હતી. સિમીએ જ્યારે અમિતાભ અને જયાને પૂછ્યું હતું કે શ્વેતાની અભિષેક કરતા વધુ પીટાઈ આખરે કેમ થતી હતી.

આ વીડિયો પણ ખાસ જૂઓ...

જયાએ કરી હતી આ સ્પષ્ટતા
આ વાતનો જવાબ શ્વેતા બચ્ચને જ આપી દીધો હતો. તેણે  કહ્યું હતું કે 'કારણ કે હું મોટી હતી, અને મારે ઉદાહરણ સેટ કરવાનું હતું.' ત્યારબાદ અભિષેકે કહ્યું હતું કે હું પરિવારનો દુલારો હતો, તેઓ (માતા) મને લઈને સૌથી વધુ પ્રોટેક્ટિવ  હતા અને આજે પણ છે. જ્યાએ ત્યારે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે 'અભિષેક શેતાન હતા પરંતુ બદ્તમિઝ નહતા. જ્યારે શ્વેતાને સંભાળવી ખુબ મુશ્કેલ હતી. તેમને લાગતું હતું કે તે મને વળતો જવાબ આપી શકે છે. ક્યારેક ક્યારેક તે માતા પિતાની કમી હોય છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news