#MeToo : રાજકુમારના બચાવમાં બોલ્યા જાવેદ અખ્તર, હિરાણી સૌથી સન્માનનીય વ્યક્તિ

ફિલ્મ સંજૂમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરનારી એક મહિલા કર્મચારીએ રાજકુમાર ઉપર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. 
 

#MeToo : રાજકુમારના બચાવમાં બોલ્યા જાવેદ અખ્તર, હિરાણી સૌથી સન્માનનીય વ્યક્તિ

નવી દિલ્હીઃ જાણીતા લેખક જાવેદ અખ્તરે યૌન શોષણના આરોપોમાં ઘેરાયેલા ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર હિરાણીનો બચાવ કરતા કહ્યું કે, તે ફિલ્મ ઉદ્યોગના સૌથી શાલીન વ્યક્તિ છે. હિરાની પર 2018માં આવેલી ફિલ્મ સંજૂમાં તેની સાથે કામ કરનારી એક મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ મગિલાએ 3 નવેમ્બર 2018ના રોજ હિરાણીના સહયોગી અને સંજૂ ફિલ્મના સહાયક નિદેશક વિધુ વિનોદ ચોપડાને ઈમેલ કરીને આરોપ લગાવ્યા છે. પરંતુ હિરાણીએ આરોપોનું ખંડન કર્યું હતું. 

જાવેદ અખ્તરે ટ્વીટર પર હિરાણીનું સમર્થન કરતા લખ્યું છે કે, હું 1965માં ફિલ્મ ઉદ્યોગમાં આવ્યો હતો. આટલા વર્ષો બાદ જો મને પૂછવામાં આવે કે આ ઉદ્યોગમાં સૌથી વધુ સભ્ય વ્યક્તિ કોણ છે તો લગભગ મારા મગજમાં આવનાર પ્રથમ નામ રાજૂ હિરાણી છે. જી બી શોએ કહ્યું કે, વધુ સારુ હોવું પણ વધારે ખતરનાક છે. અખ્તર પહેલા ફિલ્મ કલાકાર અરશદ વારસી, દિયા મિર્ઝા અને શરમન જોશી પણ હિરાણીનું સમર્થન કરી ચુક્યા છે. 

— Javed Akhtar (@Javedakhtarjadu) January 16, 2019

અભિનેતા શરમન જોશીએ ડાયરેક્ટર રાજકુમાર હિરાણીને એક ઈમાનદાર અને નિષ્ઠાવાન વ્યક્તિ ગણાવ્યા હતા. હિરાણી પર એક મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આરોપો પર પ્રતિક્રિયા આપતા શરમન જોશી કરે છે કે, હું હિરાણીની સાથે ઉભો છું અને તે વધુ નિષ્ઠાવાન, ચરિત્રવાન અને સન્માનિત વ્યક્તિ છે. તો બોની કપૂરે પણ રાજુકમાર હિરાણીનું સમર્થન કરતા કહ્યું કે, હિરાણી એક સારો વ્યક્તિ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news