સુનીલ શેટ્ટીની દીકરીના પ્રેમીનું નામ જાણીને મોંમાંથી નીકળી જશે, હે ભગવાન!!

સુનીલ શેટ્ટીની દીકરી અથિયા તેની રિલેશનશીપને કારણે ચર્ચામાં છે 

સુનીલ શેટ્ટીની દીકરીના પ્રેમીનું નામ જાણીને મોંમાંથી નીકળી જશે, હે ભગવાન!!

મુંબઈ : બોલિવૂડમાં અન્ના તરીકે જાણીતા સુનીલ શેટ્ટીએ તાજેતરમાં પોતાનો 57મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ દિવસે અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી. સુનીલ શેટ્ટીના જન્મદિવસે તેની દીકરી અને બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર એક જુની તસવીર શેયર કરી હતી જેમાં સુનીલ શેટ્ટી સાથે નાનકડી અથિયા દેખાઈ રહી છે. 

અથિયાએ આ તસવીર સોશિયલ મીડિયા પર શેયર કરતા એ વાઇરલ બની ગઈ હતી. આ તસવીર પર કેનેડિયન રેપર ડ્રેકે પણ કમેન્ટ કરી હતી. આ કમેન્ટ જોઈને બધાને ભારે આશ્ચર્ય થયું હતું કે આખરે અથિયા અને ડ્રેક વચ્ચે શું કનેક્શન છે ? નોંધનીય છે કે ડ્રેક ‘ઇન માય ફિલિંગ્સ’ અને ‘કિકી ચેલેન્જ’ની કારણે બહુ ચર્ચામાં છે. હકીકતમાં આ તસવીર પર ડ્રેકે લખ્યું હતું લિજેન્ડ અને પછી અથિયાએ આ કમેન્ટ પર દિલનું ઇમોજી પોસ્ટ કર્યું હતું. આ પોસ્ટ અને કમેન્ટ પર બોલિવૂડ સ્ટાર્સે બરાબર મસ્તી કરી હતી અને એેને જોઈને પહેલી નજરે લાગતું હતું કે ડ્રેક અને અથિયા એકબીજાને ડેટ કરે છે. 

મીડિયા રિપોર્ટ પ્રમાણે અથિયા અને ડ્રેકની મુલાકાત લોસ એન્જલસની એક પાર્ટીમાં થઈ હતી અને તેમની વચ્ચેની મિત્રતા ક્રમશ: વધતી ગઈ હતી. અથિયા અને ડ્રેકે જાહેરમાં ભલે કોઈ નિવેદન ન આપ્યું પણ બંને એકબીજા સાથે સારો એવો સમય પસાર કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news