શું દીપિકા પાદુકોણ પ્રેગ્નેંટ છે? બીજા કોઇ પાસેથી નહી, તેમની જ પાસેથી જાણો જવાબ

બોલીવુડ સ્ટાર દીપિકા પાદુકોણ (Deepika Padukone)એ પોતાના 34 જન્મદિવસે અહીં શેરોસ હેંગઆઉટ કેફેમાં ઉજવ્યો. આ કેફે એસિડ એટેક પીડિત ચલાવે છે. દીપિકા પાદુકોણએ પોતાની આગામી ફિલ્મ છપાકમાં એક એસિડ એટેક પીડિતાની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મ 10 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મનું નિર્દેશ મેઘના ગુલઝારે કર્યું છે.

શું દીપિકા પાદુકોણ પ્રેગ્નેંટ છે? બીજા કોઇ પાસેથી નહી, તેમની જ પાસેથી જાણો જવાબ

લખનઉ: બોલીવુડ સ્ટાર દીપિકા પાદુકોણ (Deepika Padukone)એ પોતાના 34 જન્મદિવસે અહીં શેરોસ હેંગઆઉટ કેફેમાં ઉજવ્યો. આ કેફે એસિડ એટેક પીડિત ચલાવે છે. દીપિકા પાદુકોણએ પોતાની આગામી ફિલ્મ છપાકમાં એક એસિડ એટેક પીડિતાની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મ 10 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મનું નિર્દેશ મેઘના ગુલઝારે કર્યું છે. દીપિકાએ આ ફિલ્મને પોતાના દિલની નજીક ગણાવી છે. છપાકમાં લખનઉથી બે એસિડ એટેક પિડીતોએ કામ કર્યું છે. 

ફિલ્મ છપાકમાં દીપિકા એસિડ એટેક વિક્ટિમ લક્ષ્મી અગ્રવાલ (Lakshmi Agarwal)ની ભૂમિકામાં જોવા મળશે. દીપિકા પાદુકોણ (Deepika Padukone)એ પોતાની ફિલ્મને લઇને પ્રમોશનમાં લાગી ગઇ છે. આ દરમિયાન દીપિકા સાથે પત્રકારે તેમની પ્રેગ્નેંસીને લઇને પ્રશ્ન કર્યો હતો. તેનાપર દીપિકાએ કહ્યું કે હું તમને પ્રેગ્નેંટ લાગુ છું? દીપિકા આટલુ કહી અટકી નહી તેમણે પત્રકારોને કહ્યું કે પ્રેગ્નેંટ થતાં પહેલાં હું તમારી સાથે જરૂર વાત કરીશ. તમે પરમિશન આપશો ત્યારે હું ફેમિલી પ્લાનિંગ કરીશ. જો હું પ્રેગ્નેંટ હોઇશ તો તમને નવ મહિનામાં ખબર પડી જશે.

થોડા દિવસો પહેલાં દીપિકાએ કહ્યું હતું કે તેમને અને તેમના પતિ રણવીર સિંહ બંનેને બાળકો ગમે છે, પરંતુ હાલ ફેમિલી પ્લાનિંગનો કોઇ ઇરાદો નથી. દીપિકા અહીં રવિવારે પોતાના પતિ અને અભિનેતા રણવીર સિંહ સાથે લખનઉ પહોંચી હતી. તેમણે પોતાના જન્મદિવસની ઉજવણી મુંબઇ એરપોર્ટથી જ શરૂ કરી, જ્યાં તેમણે એક બર્થડે કેક કાપી. મુંબઇના સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણી દ્વારા ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 

દીપિકા જ્યારે શેરોસ હેંગઆઉટ કેફે પહોંચી તો તેમના પ્રશંસકોની ભારે ભીડ ત્યાં જમા થઇ ગઇ છે. તેમાંથી ઘણા પોતાના મનપસંદ સ્ટારનો જન્મદિવસ ઉજવવા માટે કેક સાથે પહોંચ્યા હતા. કેફેમાં એસિડ એટેક સર્વાઇવર દીપિકાને જોઇને ખૂબ ઉત્સાહિત હતા અને દીપિકાએ તેમની કહાનીઓ વિશે તેમની સાથે વાત કરી. ત્યારબાદ બધાની સાથે એક લાંબુ સેલ્ફી સેશન ચાલ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news