ક્રિકેટ બાદ હવે સિનેમામાં એન્ટ્રી કરશે હરભજન સિંહ, ફિલ્મ 'ફ્રેન્ડશિપ'માં કરશે લીડ રોલ

હરભજન સિંહ ફિલ્મ 'ફ્રેન્ડશિપ'થી અભિનયમાં પર્દાપણ કરવા માટે તૈયાર છે. ભારતીય સિનેમામાં આ પ્રથમ વખત થશે, જ્યારે કોઈ ફિલ્મમાં ભારતીય ક્રિકેટ મુખ્ય ભૂમિકામાં હશે. ફિલ્મ મેકર્સે સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરી છે. 

ક્રિકેટ બાદ હવે સિનેમામાં એન્ટ્રી કરશે હરભજન સિંહ, ફિલ્મ 'ફ્રેન્ડશિપ'માં કરશે લીડ રોલ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બોલર હરભજન સિંહ પોતાની રમતથી લોકો વચ્ચે ખુબ લોકપ્રિય રહ્યો છે. હવે તે સિલ્વર સ્ક્રીન પર પોતાનો જલવો દેખાડશે. હરભજન સિંહ ફિલ્મ 'ફ્રેન્ડશિપ'થી અભિનયમાં પર્દાપણ કરવા માટે તૈયાર છે. ભારતીય સિનેમામાં આ પ્રથમ વખત થશે, જ્યારે કોઈ ફિલ્મમાં ભારતીય ક્રિકેટ મુખ્ય ભૂમિકામાં હશે. ફિલ્મ મેકર્સે સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરી છે. 

મેકર્સે ફિલ્મનું પોસ્ટ કર્યું રિલીઝ
મેકર્સે ટ્વીટર પર ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરની સાથે લખ્યું, 'ભારતીય સિનેમામાં પહેલી વાર. ભારતીય ક્રિકેટર હરભજન સિંહ અપકમિંગ ફિલ્મ 'ફ્રેન્ડશિપ'માં લીડ રોલ પ્લે કરશે.' આ ફિલ્મના પોસ્ટરમાં કોઈનો ચહેરો તો દેખાઈ રહ્યો નથી પરંતુ તેમાં હાથકડી લાગેલા બે હાથ અને ક્રિકેટનું ખાલી મેદાન જોવા મળી રહ્યું છે. 

Stay excited with us for more updates. pic.twitter.com/pfIortwGh7

— JPR JOHN (@JPRJOHN1) February 2, 2020

હરભજને શેર કર્યું પોસ્ટર
મહત્વનું છે કે ફિલ્મ ફ્રેન્ડશિપના પોસ્ટરને હરભજન સિંહે પણ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યું છે. આ ફિલ્મના ડાયરેક્ટર જેપીઆર અને શામ સૂર્યા છે. તો જેપીઆર અને સ્ટાલિને ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે. 

— Harbhajan Turbanator (@harbhajan_singh) February 2, 2020

હરભજન સિંહનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર
હરભજન સિંહના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરની વાત કરવામાં આવે તો તેણે 103 ટેસ્ટ મેચોમાં 417 વિકેટ, 236 વનડે મેચોમાં 269 વિકેટ અને 28 ટી20 મેચોમાં 25 વિકેટ ઝડપી છે. હરભજન સિંહ છેલ્લે 3 માર્ચ 2016ના ક્રિકેટના મેદાન પર ટી20 મેચ રમતો જોવા મળ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news