'તાનાજી' પર રિતિક રોશને કહી આ વાત, અજય દેવગને ટ્વીટ કરીને આપ્યો જવાબ


અભિનેતા રિતિક રોશને પોતાના ટ્વીટર હેન્ડલ પર, અજય દેવગનની ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયર પર પ્રતિક્રિયા આપી છે. 

'તાનાજી' પર રિતિક રોશને કહી આ વાત, અજય દેવગને ટ્વીટ કરીને આપ્યો જવાબ

નવી દિલ્હીઃ અજય દેવગન (Ajay Devgn)ની ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયર (Tanhaji: The Unsung Warrior) રિલીઝ થઈ તેને એક મહિનો થઈ ગયો છે. ફિલ્મમાં સેફ અલી ખાન (Saif Ali Khan) અને કાજોલ (Kajol) પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ છે અને અત્યાર સુધી 250 કરોડથી વધુની કમાણી કરી ચુકી છે. 

અભિનેતા રિતિક રોશન (Hrithik Roshan)એ પોતાના ટ્વીટર હેન્ડલથી અજય દેવગનની ફિલ્મ  તાનાજીઃ ધ અનસંગ વોરિયર (Tanhaji: The Unsung Warrior) પર પ્રતિક્રિયા આપી છે. તેનું ટ્વીટ ખુબ વાયરલ થઈ રહ્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે, 'હજુ મેં તાનાજી જોઈ, ફિલ્મ અવિશ્વસનીય છે. શાનદાર એક્શન, અજય દેવગન અને કાજોલની શાનદાર એક્ટિંગ છે. સૈફ અદ્ભુત. તમામ કાસ્ટ અને ક્રૂને તેના પ્રયાસો માટે અભિનંદન આપવાની જરૂર છે. @Officialneha તમે લોકોએ ખુબ સારૂ કામ કર્યું છે. શું ફિલ્મ છે.'

— Hrithik Roshan (@iHrithik) February 18, 2020

આ ટ્વીટ પર ફેન્સ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. રિતિકના ટ્વીટ પર અજય દેવગને પ્રતિક્રિયા આપતા તેનો આભાર માન્યો છે. તેણે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે, તમારી પ્રશંસા માટે આભાર રિતિક. ADFFની ટીમે તાનાજી પર ખુબ મહેનતથી કામ કર્યું હતું. મને તે વાતની ખુશી છે કે તમે ફિલ્મને પસંદ કરી. 

— Ajay Devgn (@ajaydevgn) February 19, 2020

મહત્વનું છે કે તાનાજી 2019ની શાનદાર ફિલ્મોમાંથી એક રહી અને હજુ પણ બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news