બીજા લગ્ન પછી રજનીકાંતની દીકરીએ હોંશેહોંશે પોસ્ટ કરી હનીમૂનની તસવીરો, જગ્યા છે જોરદાર

સુપરસ્ટાર રજનીકાંતની દીકરી સૌંદર્યા રજનીકાંતે 11 ફેબ્રુઆરીએ અભિનેતા-ઉદ્યોગપતિ વિશાગન વનંગમુદી સાથે બીજા લગ્ન કરી લીધા હતા

બીજા લગ્ન પછી રજનીકાંતની દીકરીએ હોંશેહોંશે પોસ્ટ કરી હનીમૂનની તસવીરો, જગ્યા છે જોરદાર

મુંબઈ : સુપરસ્ટાર રજનીકાંતની દીકરી સૌંદર્યા રજનીકાંતે 11 ફેબ્રુઆરીએ અભિનેતા-ઉદ્યોગપતિ વિશાગન વનંગમુદી સાથે બીજા લગ્ન કરી લીધા હતા. ન્યૂઝ એજન્સી એઆઇએન દ્વારા આપવામાં આપેલી માહિતી પ્રમાણે આ લગ્ન ચેન્નાઈની 'ધ લીલા પેલેસ' હોટેલમાં થયા હતા. આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. આ તસવીરમાં સૌંદર્યા અને પતિ વિશાગનની જોડી જામી રહી છે. આ લગ્ન પહેલાં પ્રી વેડિંગ પાર્ટી પણ રાખવામાં આવી હતી. 

લગ્ન પછી જોડી હનીમૂન માટે આઇસલેન્ડ જવા રવાના થઈ ગઈ છે. સૌંદર્યાએ પોતાના આ હનીમૂનની તસવીરો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તેઓ બહુ ખુશ દેખાઈ રહ્યા છે. 

— soundarya rajnikanth (@soundaryaarajni) 15 February 2019

ગ્રાફિક્સ ડિઝાઇનર તરીકે પોતાની કેરિયર શરૂ કરનાર સૌંદર્યાએ ‘બાબા’, ‘મજા’, ‘સંદાકોઝી’ અને ‘શિવાજી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તો વિશાગને 2018માં તમિલ ફિલ્મ ‘વંજાગર ઉલાગમ’ સાથે અભિનયની શરૂઆત કરી હતી. કેટલાક રીપોર્ટ્સ પ્રમાણે વિશગનનાં પણ આ બીજા લગ્ન છે. આ પહેલા તેમણે મેગેઝિન એડિટર કનિખા કુમારન સાથે લગ્ન કર્યા હતા. વિશાગન એક દવા કંપનીનો માલિક છે અને તેનો ભાઈ એસએસ પોનમુડી તમિલનાડુની ફેમસ રાજકીય પાર્ટી ડીએમકેનો મોટો નેતા છે.

સૌંદર્યા રજનીકાંત અને આર અશ્વિનનાં ગત વર્ષે છૂટાછેડા થયા હતા. સુપરસ્ટાર રજનીકાંતની દીકરી સૌંદર્યાએ 2016માં છૂટાછેડા માટે અરજી આપી હતી. તેમના લગ્નને 7 વર્ષ થઇ ચુક્યા હતા અને 2017માં બંનેની સહમતિથી છૂટાછેડા થયા હતા. તેમને એક ચાર વર્ષનો એક દીકરો પણ છે. સૌંદર્યા અને આર. અશ્વિનના પરિવારે આ લગ્નને બચાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ સૌંદર્યા નહોતી માની અને તેણે છૂટાછેડાનો નિર્ણય કર્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news