પારદર્શી ડ્રેસ પહેરી રેડ કાર્પેટ પર પહોંચી હોલીવુડ સ્ટાર, PHOTOS એ ઇન્ટરનેટ પર લગાવી આગ

તાજેતરમાં જ કંઇક આવું થયું જ્યારે હોલીવુડ સુપરસ્ટાર મેગન ફોક્સ (Megan Fox) સંપૂર્ણરીતે પારદર્શી ડ્રેસ પહેરીને MTV VMAs 2021 માં પહોંચી ગઇ. તેમણે આ આઉટફિટમાં રેડ કાર્પેટ પર કેટ વોક કર્યું અને બધાની નજર મેગન ફોક્સ (Megan Fox) પર જ હતી.

પારદર્શી ડ્રેસ પહેરી રેડ કાર્પેટ પર પહોંચી હોલીવુડ સ્ટાર,  PHOTOS એ ઇન્ટરનેટ પર લગાવી આગ

નવી દિલ્હી: ગ્લેમરની દુનિયામાં રહેનાર સ્ટાર સામાન્ય રીતે ખૂબ અલગ આઉટફિટ પહેરતા રહે છે. સ્ટારના આવા અતરંગી આઉટફિટ ન ફક્ત લોકોનું ધ્યાન ખેંચે છે પરંતુ તેમને ચર્ચામાં પણ લઇ આવે છે. પરંતુ જો કોઇ અભિનેત્રી આ પ્રકારના પારદર્શી કપડાં પહેરી કોઇ મોટી ઇવેન્ટમાં પહોંચી જાય તો? 

પહેર્યો પારદર્શી ડ્રેસ
તાજેતરમાં જ કંઇક આવું થયું જ્યારે હોલીવુડ સુપરસ્ટાર મેગન ફોક્સ (Megan Fox) સંપૂર્ણરીતે પારદર્શી ડ્રેસ પહેરીને MTV VMAs 2021 માં પહોંચી ગઇ. તેમણે આ આઉટફિટમાં રેડ કાર્પેટ પર કેટ વોક કર્યું અને બધાની નજર મેગન ફોક્સ (Megan Fox) પર જ હતી. મેગન ફોક્સ (Megan Fox) ના ડ્રેસમાં તેમના ઇનર વિયર પણ સ્પષ્ટ દેખાઇ રહ્યા છે અને તેમનો આ ડ્રેસ ખૂબ અટપટો લાગી રહ્યો હતો. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Megan Fox (@meganfox)

બોયફ્રેંડ સાથે મચાવી ધૂમ
મેગન ફોક્સ (Megan Fox) આ ઇવેન્ટમાં પોતાના બોયફ્રેંડ મશીન ગન કેલી સાથે પહોંચી હતી. આઉટફિટની અંતર મેગન ફોક્સ (Megan Fox) એ ન્યૂડ કલરની બ્રા અને શિમરિંગ ઇનરવિયર પહેર્યો હતો જોકે પબ્લિકનું અટેંશન લઇ રહી હતી. ખુલ્લા વાળમાં મેગન ફોક્સ (Megan Fox) ખૂબ કિલર લુક આપી રહી હતી અને તેમનો આ બોલ્ડ અંદાજ લોકોને ખૂબ ગમ્યો. 

આવું છે ફેન્સનું રિએક્શન
મેગન ફોક્સ (Megan Fox) અને કેલીના આ ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યા છે. જ્યાં લોકો તેમના આ લુકની પ્રશંસા કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો તેમને ટ્રોલ પણ કરી રહ્યા છે. મેગન ફોક્સ (Megan Fox) અને કેલી બંનેનો અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે મેગન ફોક્સ (Megan Fox) ઘણા સુપરહિટ ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે અને આગામી દિવસોમાં તેમની ફિલ્મ બિગ ગોલ્ડ બ્રિક રિલીઝ થઇ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news