Children's Day પર આફ્રિકી બાળકોએ ગોવિંદાના ગીત પર કર્યો જોરદાર ડાન્સ, જુઓ Video

Viral Video: સોશિયલ મીડિયા પર 14 નવેમ્બરે Children's Day સાથે જોડાયેલા ઘણા વીડિયો વાયરલ થયા છે. તેમાં એક વીડિયોમાં બાળકો ગોવિંદાના ગીત પર ધમાકેદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. 
 

Children's Day પર આફ્રિકી બાળકોએ ગોવિંદાના ગીત પર કર્યો જોરદાર ડાન્સ, જુઓ Video

નવી દિલ્હીઃ Trending On Internet: બોલીવુડના ગીત માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ છવાયેલા રહે છે. આ વીડિયો તે વાતનો પૂરાવો આપે છે. આ વીડિયોમાં કેટલાક આફ્રિકી બાળકો બોલીવુડના જાણીતા ગીત પર ડાન્સ કરી રહ્યાં છે. Children's Day પર આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

બાળકોનો ધમાકેદાર ડાન્સ
બાળ દિવસના દિવસે સ્કૂલોમાં અલગ-અલગ આયોજન કરવામાં આવે છે અને બાળકોને ખાસ અનુભવ કરાવવામાં આવે છે. પરંતુ આ બાળકોએ તો રસ્તા પર એવી ધૂમ મચાવી કે લોકોના ચહેરા પર સ્માઇલ આવી ગઈ. આ બાળકોએ ગજબનો ડાન્સ કર્યો છે. તમે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો જરૂર જુઓ...

— Being_Me_प्रमोद 🇮🇳 (@myselfpramo) November 14, 2022

પાર્ટનર મૂવીનું સુપરહિટ ગીત
હકીકતમાં આ આફ્રિકી બાળકો ગોવિંદા અને સલમાન ખાનની ફિલ્મ પાર્ટનરના સુપરહિટ ગીત 'સોની દે નખરે' પર ડાન્સ કરી રહ્યાં છે. આ બાળકોના એક્સપ્રેશન પણ ગજબના છે. આ બાળકોએ સ્કૂલ યુનિફોર્મ પહેર્યો છે. આ બાળકોનો ડાન્સ જોઈને તમને લાગશે નહીં કે તે બીજા દેશના છે. તમને જણાવી દઈએ કે ટ્વિટર પર પણ #ChildrensDay ટ્રેન્ડ ચાલી રહ્યો છે. 

વીડિયોએ કર્યું મનોરંજન
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ન માત્ર લોકોનું મનોરંજન કરી રહ્યો છે પરંતુ પોતાના બાળપણની યાદ અપાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો બાળકો સાથે જોડાયેલા વીડિયો શેર કરી રહ્યાં છે. આ પ્રકારના રસપ્રદ વીડિયો જોવાની પણ મજા આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news