Hathi Mere Sathi Trailer: 'બાહુબલી'ના 'ભલ્લાલદેવ' કરતાં પણ ખતરનાક છે 'હાથી મેરે સાથી' માં Rana Daggubati નો અવતાર
રાણા દગ્ગુબાતી (Rana Daggubati) ત્રણેય વર્જનમાં બિલકુલ અલગ અવતારમાં મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે. હિંદી વર્જનમાં 'હાથી મેરે સાથી' (Hathi mere sathi) માં તે પુલકિત સમ્રાટની સાથે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે
Trending Photos
મુંબઇ: ઇરોસ ઇન્ટરનેશનલે આજે વર્ચુઅલ કોન્ફ્રેંસના માધ્યમથી પોતાની એડવેંચર ફિલ્મ 'હાથી મેરે સાથી' (Hathi mere sathi) નું હિંદી ટ્રેલર (Trailer Release) રિલીઝ કરી દીધું છે. 3 માર્ચના રોજ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડેના અવસરે નિર્માતાઓએ રાણા દગ્ગુબાતી (Rana Daggubati), પ્રભુ સોલોમન, વિષ્ણુ વિશાલ, શ્રીયા પિલગાંકર અને જોયા હુસૈનની હાજરીમાં ચેન્નઇ અને હૈદ્રાબાદમાં ત્રિભાષી ફિલ્મનું તમિલ અને તેલુગુનું ટ્રેલર રિલીઝ (Trailer Release) કર્યું હતું. અને હવે ટીમે એક વર્ચુઅલ પ્રેસ કોંફ્રેંસમાં ફિલ્મનું હિંદી વર્જન 'હાથી મેરે સાથી' (Hathi mere sathi) નું ટ્રેલર લોન્ચ કર્યું છે.
અરન્યા અને કાદાનના ટ્રેલરએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. ટ્રેલરને 26 માર્ચે રિલીઝ (Release) થનાર આ ફિલ્મની એક નાનકડી ઝલક શેર કરી છે.
રાણા દગ્ગુબાતી (Rana Daggubati) ત્રણેય વર્જનમાં બિલકુલ અલગ અવતારમાં મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે. હિંદી વર્જનમાં 'હાથી મેરે સાથી' (Hathi mere sathi) માં તે પુલકિત સમ્રાટની સાથે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે અને વિષ્ણુ વિશાલ કાદાન (તમિલ) તથા અરન્યા (તેલુગુ)માં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રતિભાશાળી અભિનેત્રી શ્રિયા પિલગાંવકર અને જોયા હુસૈન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
હાથી મેરે સાથી (Hathi mere sathi) એક એવી કહાની છે કે એક સામાન્ય વ્યક્તિ (રાણા દગ્ગુબાતી) ની કહાનીની ખબર પડે છે, જે ઇકોસિસ્ટમની રક્ષા કરતાં પોતાનું મોટાભાગનું જીવન જંગલમાં વિતાવે છે. આ એક વ્યક્તિ અને એક હાથી વચ્ચેના સંબંધની એક અંતહીન કહાની છે જેનો દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા.
રાણા દિગ્ગુબાતી (Rana Daggubati) માટે આ હેટ્રિક હશે કારણ કે બાહુબલી શ્રેણી અને ધ ગાઝી એટેક બાદ હાથી મેરે સાથી તેમની ત્રીજી ત્રિભાષી ફિલ્મ છે.
ઇરોસ એસટીએક્સ ગ્લોબલ કોર્પોરેશનના એક ડિવીઝન ઇરોસ મોશન પિક્ચર્સ દ્રારા ફિલ્મને નિર્મિત કરવામાં આવી રહી છે. આ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં એક સ્થાપિત નામ છે જે 40 વર્ષથી વધુનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. આ પેન-ઇન્ડીયા બહુભાષી ફિલ્મ 26 માર્ચ 2021ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે