'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માટે મળી ગયા નવા દયાબેન!, જોઈને તમે પણ ખુશ થઈ જશો

12 વર્ષથી લોકોના મન પર  રાજ કરી રહેલા આ શોની ટીમ હાલમાં જ રિયાલિટી શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ના સેટ પર પહોંચી. ત્યાં તમામ સ્પર્ધકો અને જજોએ તેમનું સ્વાગત કર્યું. ટીમની સાથે શોના પ્રોડ્યુસર આસિત મોદી પણ હતા. કમી બસ દયાબેનની હતી. આ કમી રુતુજાએ પૂરી કરી દીધી. 

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માટે મળી ગયા નવા દયાબેન!, જોઈને તમે પણ ખુશ થઈ જશો

મુંબઈ: લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા એક દાયકાથી વધુ સમયથી લોકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે. જો કે અનેક મહત્વના કલાકારોએ આ શો છોડ્યો અને કેટલાક ઉતાર ચઢાવ જોવા મળ્યા. આમ છતાં લોકપ્રિયતાના મામલે તેણે સતત પ્રગતિ જ કરી છે. 12 વર્ષથી લોકોના મન પર  રાજ કરી રહેલા આ શોની ટીમ હાલમાં જ રિયાલિટી શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ના સેટ પર પહોંચી. ત્યાં તમામ સ્પર્ધકો અને જજોએ તેમનું સ્વાગત કર્યું. ટીમની સાથે શોના પ્રોડ્યુસર આસિત મોદી પણ હતા. કમી બસ દયાબેનની હતી.

શોમાં દયાબેન (Dayaben) નું પાત્ર ભજવનાર દિશા વાકાણી છેલ્લા 1-2 વર્ષથી શોથી દૂર છે અને મેકર્સ તેની રાહ જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે એવા પણ અહેવાલો હતા કે મેકર્સ નવા દયાબેનની શોધમાં છે. પરંતુ 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર' માં જઈને લાગે છે કે તેમની આ શોધ પૂરી થઈ ગઈ. શોમાં તેમને કોરિયોગ્રાફર રુતુજાના રૂપમાં નવા દયાબેન મળી ગયા. 

સિરિયલને 12 વર્ષ પૂરા થયા, દયાબેન અને જેઠાલાલનો વીડિયો થયો વાયરલ
ટીવીના સૌથી લોકપ્રિય ફેમિલી કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ શાનદાર 12 વર્ષ પૂરા કર્યા છે. આ દરમિયાન તેના ટીઆરપીમાં પણ સતત વધારો થતો રહ્યો છે. આ નવા દયાબેનનો જેઠાલાલ સાથે ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દેશભરમાં સૌથી વધુ લોકપ્રિય કૌટુંબિક શો છે. જ્યારથી દયાબેન આ શોમાંથી ગયા છે ત્યારથી લોકોને દયાની ખુબ કમી લાગે છે.

રુતુજા જૂનારકરે દયાબેન બનીને મચાવી ધમાલ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની આખી ટીમ આ વીકએન્ડ પર રિયાલિટી ડાન્સ શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના સેટ પર જોવા મળશે. દયાબેન આ જ સેટના શો પર ટીમને મળ્યા. જ્યાં સ્ટેજ પર દયાબેનની શૈલીમાં શોના ડાન્સર રુતુજા જૂનારકરે પોતાનું પરફોર્મન્સ આપ્યું તો આખી ટીમ ચોંકી ગઈ. 

પ્રોમોમાં જોવા મળ્યું
બહુ જલદી તેના શાનદાર એપિસોડનો પ્રોમો બધાની સામે હશે. જેમાં દયાબેન બનેલી રુતુજા પરફોર્મન્સ આપતી જોવા મળશે. આ પરફોર્મન્સ વખતે રુતુજાના મોઢામાંથી દયાબેનના મશહૂર ડાયલોગ્સ પણ સાંભળવા મળવાના છે. જ્યારે દયાબેનના સ્વરૂપમાં તેણે જેઠાલાલ એટલે કે અભિનેતા દિલીપ જોશીને ટપ્પુના પપ્પા કહીને બોલાવ્યા ત્યારે તો બધા એકદમ સ્તબ્ધ જ થઈ ગયા. 

રુતુજાએ દયાબેનની ભૂમિકા એટલી સટીક રીતે ભજવી કે તે બિલકુલ દયાબેન જ જાણે. દયાબેનના અંદાજમાં સજી ધજીને રુતુજાએ જેઠાલાલ સાથે ડાન્સ પણ કર્યો. અહીં જ શોના પ્રોડ્યુસરને રુતુજા એટલી બધી પસંદ આવી ગઈ કે તેમણે રુતુજાને ત્યાં જ પોતાના શોમાં લાવવાની વાત કરી દીધી. રુતુજાએ દિશા વાકાણીના લુક અને તેના દયાબેન સ્ટાઈલમાં બોલવાની રીત એવી ગજબની કોપી કરી હતી કે આસિત મોદી પણ ચોંકી ગયા અને તરત જ બોલી ઉઠ્યા કે 'અમારા શો માટે આપી દો આ દયાભાભીને'.

આમ તો આસિત મોદીએ રુતુજાને દયાબેનના પાત્ર માટે લેવાની વાત મજાકમાં કરી હતી પરંતુ તેમને હજુ પણ સાચે જ દયાબેનનો ઈન્તેજાર છે. દિશા વાકાણી સિરિયલમાં દયાબેનનું પાત્ર ભજવતી હતી. પણ છેલ્લા કેટલાક સમયથી તે સિરિયલથી દૂર છે. આવામાં ફેન્સ સતત તેમના પ્રિય પાત્ર દયાબેનની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ દયાબેન સાચે જ સિરિયલમાં દયાભાભી બનીને આવી જાય તો નવાઈ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news