ગૌહર ખાન અને ઝૈદ દરબાર બન્યા માતાપિતા, આ દિવસે થયો દીકરાનો જન્મ

Gauahar Khan Baby Boy: ગૌહર ખાન અને ઝૈદ દરબારના ઘરે 10 મેના રોજ દીકરાનો જન્મ થયો છે. આ ગુડ ન્યુઝ ઝૈદ દરબાર અને ગૌહર ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી હતી. અભિનેત્રીની આ પોસ્ટ બાદ તેના ફેન્સ અને અન્ય સેલેબ્સ ગૌહર અને ઝૈદને અભિનંદન પાઠવી રહ્યા છે. 

ગૌહર ખાન અને ઝૈદ દરબાર બન્યા માતાપિતા, આ દિવસે થયો દીકરાનો જન્મ

Gauahar Khan Baby Boy: ગૌહર ખાન અને ઝૈદ દરબાર બોલીવુડના ન્યુલી પેરેન્ટ્સ બન્યા છે. ગૌહર ખાને દીકરાને જન્મ આપ્યો છે. ગૌહર ખાન અને ઝૈદ દરબારના ઘરે 10 મેના રોજ દીકરાનો જન્મ થયો છે. આ ગુડ ન્યુઝ ઝૈદ દરબાર અને ગૌહર ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી હતી. અભિનેત્રીની આ પોસ્ટ બાદ તેના ફેન્સ અને અન્ય સેલેબ્સ ગૌહર અને ઝૈદને અભિનંદન પાઠવી રહ્યા છે. જો કે ગૌહર ખાને આ પોસ્ટમાં પોતાના દીકરાનું નામ જાહેર કર્યું નથી.

આ પણ વાંચો:

ગૌહર ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે પોતાની માતા બનવાના ગુડ ન્યુઝ આપ્યા છે. તેણ લખ્યું છે કે તેમના ઘરે સુંદર દીકરાનો જન્મ થયો છે. તેમનું ઘર ખુશીઓથી ભરાયું છે. આ પોસ્ટ ઝૈદ દરબારે પણ તેને ઈંસ્ટા અકાઉન્ટ પર શેર કરી છે. 

 
ગૌહર ખાનની આ પોસ્ટ બાદ તેના ફેન્સ તેને સતત અભિનંદન પાઠવી રહ્યા છે. ગૌહરની પોસ્ટ પર અભિનેત્રી અનીતા હસનંદાનીએ કોમેન્ટ કરી છે આ સિવાય કિશ્વર મર્ટેન્ચે પણ કોમેન્ટ કરી 'માશા અલ્લાહ... તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન.' લખ્યું છે.  

મહત્વનું છે કે ગૌહર ખાન પ્રેગ્નન્સી દરમિયાન પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ હતી. અભિનેત્રી તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતા ફોટા શેર કરતી રહેતી હતી. લગ્નના બે વર્ષ બાદ ગૌહર ખાન માતા બની છે. ગૌહર અને ઝૈદ દરબાજે 25 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news