લગ્નના સવાલ પર પહેલીવાર પ્રિયંકા ચોપડાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

પ્રિયંકા અત્યાર સુધી નિક સાથે અથવા પોતાના લગ્ન અંગે મીડિયામાં કંઇ પણ બોલવાનું ટાળ્યું હતું, જો કે હવે તેણે ચુપકીદી તોડી છે

લગ્નના સવાલ પર પહેલીવાર પ્રિયંકા ચોપડાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

લોસ એંજલસ : હાલમાં પ્રિયંકા ચોપડા અને અમેરિકન સિંગર નિક જોનસ સાથે રિલેશનશિપની ચર્ચા ચારેબાજુ થઇ રહી છે. ગત્ત દિવસોમાં નિકને લઇને ભારત આવી હતી. પ્રિયંકાએ નિકને પોતાના પરિવારની સાથે સાથે બંન્ને બોલિવુડના પોતાના ક્લોઝ ફ્રેંન્ડ્સને પણ મળાવ્યા હતા. ત્યાર બાદ બંન્ને રજા મનાવવા માટે ગોવા જતા રહ્યા હતા. હાલ નિક સ્વદેશ પરત ફરી ચુક્યો છે. જો કે હાલના દિવસોમાં નજીકથી જોતા, એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે બંન્ને ટુંકમાં જ લગ્ન કરી શકે છે. 

અગાઉ પ્રિયંકા નિકની સાથે પોતાના લગ્ન અથવા રિલેશનશિપ અંગે મીડિયામાં કંઇ પણ નહોતુ કહ્યું પરંતુ હવે તેમણે પોતાની ચુપકિદી તોડી છે અને લગ્ન મુદ્દે  રિલેશનશિપ અંગે ખુલીને પોતાનુ મંતવ્ય આવ્યું છે. બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ કહ્યું કે, તેઓ લગ્ન સંસ્થામા ભરોસો ધરાવે છે અને પોતાના જીવમાં કોઇ પણ સમયે તેઓ લગ્નના બંધનમાં બંધાશે. અભિનેત્રીએ કહ્યું કે, લગ્નનો અર્થ એ નથી કે નારીવાદી તરીકે મહિલાનું સન્માન ઘટી જાય છે અથવા વધી જાય છે. 

પ્રિયંકા ચોપડાએ ઇટી ઓનલાઇનને જણાવ્યું કે, મને લગ્ન કરવાનો વિચાર પસંદ છે. હું કોઇ પણ સમયે લગ્ન જરૂર કરવા માંગીશ. મને નથી લાગતુ કે લગ્ન તમને નારીવાદી તરીકે કદ ઘટી જાય છે અથવા વધી જાય છે અથવા તમે વધારે નારીવાદી થઇ જાઓ છો કે નથી થતા.નારીવાદ અંગે અસલમાં મહિલા તે કહે છે કે અમારી અંગે કોઇ વિચાર બનાવ્યા વગર અમે પોતાની પસંદને પસંદ કરવા દો. બસ એટલું જ. આ કોઇને ગોળી દેવું નથી. તે કંઇ સાબિત કરવું નથી. હું લગ્ન કરવાનું પસંદ કરીશ. 

પ્રિયંકાને જ્યારે રોમાન્સ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે, મને લાગે છે કે હું સુપ રોમાન્ટિક છું અને તેવું શા માટે ન હોવું જોઇએ ? પોતાની વાતને આગળ વધારતા પ્રિયંકાએ કહ્યું કે મને એવું ફીલ થઇ રહ્યું છે કે જ્યારે હું ખુશ હોઉ છું તો પોતાનામાં સૌથી સુંદર અનુભવુ છું. મને રિયલમાં એવું ફિલ થાય છે કે એક જો મહિલા સૌથી સારૂ કંઇ પહેરી શકે છે તો તે તેનો આત્મવિશ્વાસ છે. તમારા કપડા, જુતા, બેગ આ બધુ જ એક પેકેજિંગનો હિસ્સો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news