ભાઈજાનની આ નવી હિરોઇનની દાદી હતી બોલિવૂડની ટોચની ખૂબસુરત અને ટેલેન્ટેડ એક્ટ્રેસ

બોલિવૂડનો સુપરસ્ટાર સલમાન ખાન અનેક નવા સ્ટાર્સને લોન્ચ કરે છે.

ભાઈજાનની આ નવી હિરોઇનની દાદી હતી બોલિવૂડની ટોચની ખૂબસુરત અને ટેલેન્ટેડ એક્ટ્રેસ

મુંબઈ : બોલિવૂડનો સુપરસ્ટાર સલમાન ખાન અનેક નવા સ્ટાર્સને લોન્ચ કરે છે. સલમાન દ્વારા લોન્ચ કરાયેલા સ્ટાર્સમાં સોનાક્ષી સિંહા, સ્નેહા ઉલ્લાલ, સૂરજ પંચોલી, અથિયા શેટ્ટી અને ડેઇઝી શાહનો સમાવેશ થાય છે. હવે આ યાદીમાં ઝહીર ઇકબાલ અને પ્રનૂતનનું નામ જોડાઈ ગયું છે. આ બંને કલાકાર સલમાનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ 'નોટબુક'થી બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહ્યા છે. સલમાને હાલમાં આ ફિલ્મનું પોસ્ટ રિલીઝ કર્યું છે. નીતિન કક્કડે ડિરેક્ટ કરેલી આ ફિલ્મનું ટ્રેલર 17 ફેબ્રુઆરીના દિવસે રિલીઝ થશે. 

— Salman Khan (@BeingSalmanKhan) February 14, 2019

સલમાનની આ ફિલ્મની હિરોઇન પ્રનૂતન બોલિવૂડની ટેલેન્ટેડ અને ખૂબસુરત હિરોઇન નૂતનની પૌત્રી તેમજ સલમાનના ખાસ મિત્ર મોહનીશ બહલની દીકરી છે. સલમાનની સુપરહિટ ફિલ્મ 'મેંને પ્યાર કિયા'માં મોહનીશે વિલનનો રોલ કર્યો હતો અને ત્યારથી બંને વચ્ચે ખાસ મિત્રતા છે. આમ, સલમાન પોતાના ખાસ મિત્રની દીકરીને આ ફિલ્મથી હિરોઇન તરીકે લોન્ચ કરી રહ્યો છે. 

ફિલ્મનો હીરો ઝહીર ઇકબાલ તો ફિલ્મ રિલીઝ થયા એ પહેલાં જ ચર્ચામાં છે. હાલમાં તેણે પોતાની બર્થ-ડે પાર્ટીમાં અનેક સેલિબ્રિટીઓને આમંત્રણ આપ્યું હતું અને આ પાર્ટીમાં સોનાક્ષી સિંહા સાથેની તેની કેમિસ્ટ્રી ચર્ચાનો મુદ્દો બની છે. આ પાર્ટી પછી ઝહીર અને સોનાક્ષી વચ્ચે અફેર હોવાની ચર્ચા પણ ચાલી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news