‘તેઓ મને એડલ્ટ Video જોવા મજબૂર કરતા હતા....’ મહિલાનો ફેમસ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પર આરોપ

કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય (Ganesh Acharya) મુશ્કેલીમાં ફસાયા છે. 33 વર્ષની એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, મહિલાએ ગણેશ પર આરોપ લગાવ્યો છે કે, ગણેશ તેને એડલ્ડ વીડિયો (Adult Video) બતાવવા પર જોર આપતો હતો. સાથે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના કામથી પણ દૂર રાખતા હતા. એટલુ જ નહિ, તેની આવકમાંથી પણ કમિશનની માંગણી કરતા હતા. મહિલાએ ફરિયાદમાં લખ્યું કે, જ્યારથી તે ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન કોરિયોગ્રાફર્સ એસોસિયેશનની જનરલ સેક્રેટરી બની છે, ત્યારથી ગણેશ તેને પરેશાન કરી રહ્યો છે. હું તેની વાત નહિ માનુ તો મને એસોસિયેશનમાઁથી કાઢી મૂકવાની પણ ધમકી આપે છે.
‘તેઓ મને એડલ્ટ Video જોવા મજબૂર કરતા હતા....’ મહિલાનો ફેમસ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પર આરોપ

નવી મુંબઈ :કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય (Ganesh Acharya) મુશ્કેલીમાં ફસાયા છે. 33 વર્ષની એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, મહિલાએ ગણેશ પર આરોપ લગાવ્યો છે કે, ગણેશ તેને એડલ્ડ વીડિયો (Adult Video) બતાવવા પર જોર આપતો હતો. સાથે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના કામથી પણ દૂર રાખતા હતા. એટલુ જ નહિ, તેની આવકમાંથી પણ કમિશનની માંગણી કરતા હતા. મહિલાએ ફરિયાદમાં લખ્યું કે, જ્યારથી તે ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન કોરિયોગ્રાફર્સ એસોસિયેશનની જનરલ સેક્રેટરી બની છે, ત્યારથી ગણેશ તેને પરેશાન કરી રહ્યો છે. હું તેની વાત નહિ માનુ તો મને એસોસિયેશનમાઁથી કાઢી મૂકવાની પણ ધમકી આપે છે.

ઉલ્લેખનીય છે કે, ગણેશ આચાર્ય CDA એટલે કે સિને ડાન્સર્સ એસોસિયેશન અને IFTEDAને લઈને વિવાદોમાં છે. સીડીએ એટલે કે સિને ડાન્સર્સ એસોસિયેશનની સ્થાપના 1955માં કરાઈ હતી, જેમાં બેકગ્રાઉન્ડ ડાન્સર્સના 900થી વધુ મેમ્બર છે. જેમાં અનેક વરિષ્ઠ કોરિયોગ્રાફર છે, જે રિટાયર્ડ પણ થઈ ચૂક્યા છે. તો CDAમાં સરોજ ખાન, ગણેશ આચાર્ય, રેમો ડિસૂજા, વૈભવી મર્ચન્ટ જેવા અનેક કોરિયોગ્રાફર છે, જે પોતાના માટે બેકગ્રાઉન્ડ ડાન્સર્સ મેળવે છે. હવે આ મામલામાં CDAનું કહેવુ છે કે, ગણેશ આચાર્ય કોરિયોગ્રાફર છે, અને તેઓએ એક બીજુ એસોસિયેશન ખોલ્યું છે, IFTEDA. તે CDAના મેમ્બર્સને તોડીને તેમાં લઈ જઈ રહ્યાઁ છે. 

સરોજ ખાન આ એસોસિયેશનના સૌથી જૂના મેમ્બર છે. એસોસિયેશનને નક્કી કરે છે કે, બોલિવુડમાં ફિલ્માવવામાં આવનાર ગીતોમાં ડાન્સર્સ સીડીએમાંથી જ લેવામાં આવે. કોઈ પણ ડાન્સર સાથે અન્યાય ન થાય. ડાન્સર્સને એસોસિયેશન દ્વારા નક્કી કરવામાં આવેલ ઓછામાં ઓછા 4500 રૂપિયા વળતર મળેય કોઈ પણ ફિલ્મની શુટિંગ બાદ એક સપ્તાહમાં રૂપિયા મળી જાય. રિટાયર્ડ થનારા ડાન્સર્સને તેમના યોગ્ય હક મળે અને ડાન્સર્સને મેડિક્લેઈમ જેવી તમામ જરૂરી સુવિધા આપવામાં આવે. 

ઝી ન્યૂઝ સાથે વાત કરતા સરોજ ખાને કહ્યું કે, સીડીએની બ્રાન્ડ એમ્બેસેડર હોવાને નાતે તે સીડીએને આવી પરિસ્થિતિમાં જોઈ શક્તા નથી. સરોજ ખાને ગણેશ આચાર્ય પર નિશાન સાધતા કહ્યું કે, ગણેશ આચાર્ય બહુ જ ખોટુ કરી રહ્યાં છે. સીડીએ બહુ જ જૂની સંસ્થા છે. તેના મેમ્બર્સને છોડીને તેઓ બીજા એસોસિયેશનમાં જવા માટે મજબૂર કરે છે. ગણેશ આચાર્ય રાજનીતિ કરી રહ્યાં છે, જે સારુ નથી. અનેકવાર એપ્રોચ કરવા છતા પણ ગણેશ આચાર્ય કોઈ રિસ્પોન્સ આપી રહ્યા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news