જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું મુંબઈમાં નિધન 

બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાન (Saroj Khan) હવે આપણા વચ્ચે નથી. તેમનું મોડી રાતે મુંબઈમાં નિધન થયું છે. સરોજ ખાનનું નિધન કાર્ડિયાક અરેસ્ટના કારણે થયુ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અત્રે જણાવવાનું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ 20 જૂનના રોજ બાન્દ્રા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં સારવાર દરમિયા3ન સરોજ ખાનનો કોવિડ-19 ટેસ્ટ પણ થયો હતો. જેમાં સંક્રમણની પુષ્ટિ થઈ નહતી. 

જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું મુંબઈમાં નિધન 

નવી દિલ્હી: બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાન (Saroj Khan) હવે આપણા વચ્ચે નથી. તેમનું મોડી રાતે મુંબઈમાં કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું છે. અત્રે જણાવવાનું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ 20 જૂનના રોજ બાન્દ્રા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં સારવાર દરમિયા3ન સરોજ ખાનનો કોવિડ-19 ટેસ્ટ પણ થયો હતો. જેમાં સંક્રમણની પુષ્ટિ થઈ નહતી. 

સરોજ ખાનના અંતિમ સંસ્કાર આજે મુંબઈના મલાડ વિસ્તારના માલવણી ખાતે કરવામાં આવશે. તેઓ ગુરુ નાનક હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ હતાં. જ્યાં કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું નિધન થયું. 

સરોજ ખાનનો જન્મ 22 નવેમ્બેર 1948ના રોજ થયો હતો. તેઓ 71 વર્ષના હતાં. તેમનું અસલ નામ નિર્મલા નાગપાલ હતું. તેમણે 200થી વધુ ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી હતી. સરોજ ખાન પહેલા આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર હતાં. પરંતુ 1974માં આવેલી ફિલ્મ ગીતા મેરા નામથી તેઓ કોરિયોગ્રાફર બની ગયા હતાં. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news