ભણસાલીની હીરામંડીમાં શું કરે છે મુમતાજ? ફોટા વાયરલ થતાં ઉભી થઈ ચર્ચા

લાંબા સમય બાદ વિતેલા જમાનાની હોટ અભિનેત્રી મુમતાજ સોશિયલ મીડિયામાં જોવા મળી. જોકે, તેની સાથે ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલી અને મનીષા કોહિરાલા પણ જોવા મળી.

ભણસાલીની હીરામંડીમાં શું કરે છે મુમતાજ? ફોટા વાયરલ થતાં ઉભી થઈ ચર્ચા

નવી દિલ્લીઃ મનિષા કોઈરાલાએ મુમતાજ અને ભણસાલી સાથેના ફોટા ઈન્સ્ટાગ્રામમાં શેર કર્યા હતા. ફોટો સામે આવતા લાગે છે કે, હીરામંડી સીરિઝમાં મુમતાજ પણ જોવા મળશે. હાલમાં આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી હાલમાં પોતાની વેબસિરીઝ હીરામંડીમાં કામ કરી રહ્યા છે. નેટફ્લિક્સ પર આવનારી આ સિરીઝની ફેન્સ રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે ભણસાલીનો એક ફોટો સામે આવ્યો છે. જેમાં અભિનેત્રી મનિષા કોઈરાલા અને મુમતાજ એક સાથે જોવા મળે છે. હાલમાં આ ફોટો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

ભણસાલી સાથે જોવા મળી મુમતાજઃ
સંજય લીલા ભણસાલી સાથે મુમતાજનો ફોટો વાયરલ થતા લાગે છે કે, મુમતાજ પણ હીરામંડીમાં જોવા મળી શકે છે. આ ફોટોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. ફોટામાં ભણસાલી બન્ને અભિનેત્રીના ખભા પર હાથ મૂકીને પોઝ આપતા નજરે પડે છે. મનિષા કોઈરાલાએ આ ફોટો ઈન્સ્ટાગ્રામમાં શેર કર્યો છે. 

મનિષા કોઈરાલાએ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યુ કે, લેઝેન્ડની સાથે. મને આ પ્રકારના લોકો સાથે રહેવું ખૂબ ગમે છે. મારા ચેહરા પર જ તમે ખુશી જોઈ શકો છો. મહિમા ચૌધરી, દિપ્તી નવલ. અદિતિ રાવ હૈદરી સહિતના સેલેબ્રિટીઓએ આ ફોટા પર રિએક્ટ પણ કર્યુ છે. કમેન્ટમાં ફેન્સે સવાલ કર્યા કે, શું મુમતાજ આ વેબસિરીઝ હીરામંડીમાં કામ કરી રહી છે?. સાથે જે કેટલાક યૂઝર્સે પ્રેમ પણ વ્યક્ત કર્યો છે. 

હીરામંડી સિરીઝની શું છે સ્ટોરી?
તમને જણાવી દઈએ કે, વેબસિરીઝ હીરામંડીની સ્ટોરી લાહોરના ફેમસ રેડ લાઈટ એરિયા હીરામંડીની ત્રણ રુપલલના સાથે જોડાયેલી છે. રિપોર્ટ મુજબ સંજય લીલા ભણસાલીની વેબસિરીઝ હીરામંડીમાં મનિષા કોઈરાલા, સોનાક્ષી સિન્હા અને અદિતી રાવ હૈદરી કામ કરી રહી છે. આ સાથે ઋચા ચઢ્ઢા પણ સિરીઝમાં જોવા મળશે. જો આ સિરીઝમાં મુમતાજ જોવા મળે તો તેઓ પડદા પર 45 વર્ષ ફરીથી વાપસી કરશે
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news