શાહરુખ અને અજયનો વાદ લેવાનું અક્ષયને ભારે પડ્યું, ભારે પડ્યો વિમલનો સ્વાદ અને માંગવી પડી લોકોની માંફી

બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારે તેની વિમલ ઈલાયચીની એડ માટે મોટું નિવેદન આપ્યું. આ વિજ્ઞાપનમાં તે અભિનેતા શાહરૂખ ખાન અને અજય દેવગણની સાથે નજર આવે છે. શાહરૂખ અને અજય દેવગણને તો કંઈ ન ગયુ પણ અક્ષય કુમારને આ એડ કરવાં પર સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ કરવામાં આવ્યો. લોકોની આલોચનાથી ઘેરાયા બાદ અક્ષય કુમારે આખરે મોટું નિવેદન આપ્યું.

શાહરુખ અને અજયનો વાદ લેવાનું અક્ષયને ભારે પડ્યું, ભારે પડ્યો વિમલનો સ્વાદ અને માંગવી પડી લોકોની માંફી

નવી દિલ્લીઃ બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારે તેની વિમલ ઈલાયચીની એડ માટે મોટું નિવેદન આપ્યું. આ વિજ્ઞાપનમાં તે અભિનેતા શાહરૂખ ખાન અને અજય દેવગણની સાથે નજર આવે છે. શાહરૂખ અને અજય દેવગણને તો કંઈ ન ગયુ પણ અક્ષય કુમારને આ એડ કરવાં પર સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ કરવામાં આવ્યો. લોકોની આલોચનાથી ઘેરાયા બાદ અક્ષય કુમારે આખરે મોટું નિવેદન આપ્યું.

No description available.

વિમલ બ્રાન્‍ડને પ્રમોટ કરવા બદલ પોતાના ચાહકોની માફી માગતા અક્ષય કુમારે ટ્‍વીટ કર્યું, ‘હું મારા તમામ ચાહકો અને શુભેચ્‍છકોની માફી માંગુ છું. છેલ્લા કેટલાક દિવસોમાં તમારા પ્રતિસાદથી હું ખુબ પ્રભાવિત થયો છે. હું તમાકુને સમર્થન આપતો નથી અને આપીશ પણ નહીં. વિમલ ઇલાયચી સાથે મારા એસોસિએશન અંગે સામે આવેલી આપની ભાવનાઓની હું ઇજ્જત કરું છું અને તેથી જ સંપૂર્ણ વિનમ્રતા સાથે હું તેનાંથી પીછેહટ કરું છું. ઉપરાંત, મેં નક્કી કર્યું છે કે જાહેરાત માટે લેવામાં આવતી જાહેરાતની ફી હું દાનમાં આપીશ.'

સોશિયલ મીડિયામાં અક્ષય કુમારે જાહેરાત પ્રસારિત થવા વિશે સ્‍પષ્ટતા કરી અને કહ્યું કે વિમલ ઈલાઈચી સાથેના મારા બંધનકર્તા કરારની કાનૂની અવધિ સુધી જાહેરાત બ્રાન્‍ડનું પ્રસારણ કરવાનું ચાલુ રાખશે. પરંતુ તેણે ચાહકોને ખાતરી આપી કે તે તે ભવિષ્‍યના નિર્ણયો ખૂબ જ કાળજીપૂર્વક લેશે.

અક્ષય કુમારને લોકોએ કર્યો હતો ટ્રોલ:
થોડા દિવસ પહેલાં જ અક્ષય કુમારની આ એડવર્ટાઇઝમેન્ટ રિલીઝ થઇ છે. જેમાં શાહરૂખ ખાન અને અજય દેવગણે અક્ષય કુમારનું 'વિમલ યૂનિવર્સ'માં વેલકમ કર્યું. બોલિવૂડનાં ત્રણ મોટા અભિનેતા પહેલી વખત કોઈ એડમાં સામે આવ્યાં હતાં. આમ તો આ ખુબજ મોટી વાત હતી. પણ ત્રણેય ગુટખા બ્રાન્ડની એડ માટે સાથે આવતા ટ્રોલ થયા. અજય દેવગણ તો પહેલેથી જ વિમલની એડમાં નજર આવતો હતો. શાહરૂખ ખાનની આ એડમાં એન્ટ્રી પર પણ બબાલ થઈ ન હતી. પરંતુ અક્ષય કુમારનાં એડવર્ટાઇઝમેન્ટમાં આવવાથી તેના ચાહકોએ તેને ખુબ ટ્રોલ કર્યો. મહત્વનું છે કે અક્ષય કુમારે જ પહેલા આવી કોઈ જાહેરાત પર કામ કરવાની ના પાડી હતી. જો કે તેમ છતાં વિમલની એડમાં દેખાતા લોકોએ તેને ટ્રોલ કર્યો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news