ડ્રગ્સ કેસ: દીપિકા સહિત 4 મોટી અભિનેત્રીને સમન્સ, NCB એ પૂછપરછ માટે બોલાવી

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોતના મામલે ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) સતત નવા ખુલાસા કરી રહી છે. આ કેસમાં હવે બોલીવુડના ઘણા મોટા સેલેબ્સના નામે સામી રહ્યા છે.

ડ્રગ્સ કેસ: દીપિકા સહિત 4 મોટી અભિનેત્રીને સમન્સ, NCB એ પૂછપરછ માટે બોલાવી

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોતના મામલે ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) સતત નવા ખુલાસા કરી રહી છે. આ કેસમાં હવે બોલીવુડના ઘણા મોટા સેલેબ્સના નામે સામી રહ્યા છે. જેમાં સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંહ જેવા મોટા નામ સામેલ છે. 

મળતી માહિતી અનુસાર NCB એ સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંહને સમન્સ મોકલ્યું છે. આ અભિનેત્રીને આગામી 3 મહિનામાં પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. NCB એ રકુલ પ્રીત સિંહ, સિમોન અને શ્રૃતિ મોદીને ગુરૂવારે (24 સપ્ટેમ્બર)ના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ત્યારબાદ શુક્રવારે (25 સપ્ટેમ્બર)ના રોજ દીપિકા પાદુકોણ અને તેમને મેનેજર કરિશ્મા પ્રકાશને પૂછપરછ માટે બોલાવ્યા છે. સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને શનિવારે (26 સપ્ટેમ્બર)ને બોલાવવામાં આવ્યા છે. 

'ઉડતા પંજાબ'ના પ્રોડ્યૂસર પર NCB નો શિકંજો
બીજી તરફ ડ્રગ એન્ગલને ખંગાળી રહેલી એનસીબીની ટીમે આજે 'ઉડતા પંજાબ' અને 'ગજની' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર બોલીવુડના જાણિતા નિર્માતા મધુ મંટેના વર્માને પૂછપરછ માટે બોલાવ્યા છે. મંટેના સવાલ-જવાબની પ્રક્રિયા માટે એનસીબીની ઓફિસમાં હાજરી લગાવી ચૂક્યા છે. ડ્રગ એન્ગલ કેસમાં ઇંડસ્ટ્રીના બીજા ઘણા સ્ટારની સાથે મધુ મંટેનાનું નામ પણ સામેલ રહ્યા છે, જે 'ઉડતા પ6જાબ', 'ક્વીન', 'ગજની', 'રક્ત ચરિત્ર', જેવી શાનદાર ફિલ્મો બનાવી ચૂક્યા છે. 

ટીવી અભિનેત્રી સાથે જોડાયેલા ડ્રગ્સના તાર
એજન્સીએ મંગળવારે ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીના સીઇઓ ધ્રુવ ચિટગોપેકર સાથે પૂછપરછ કરી. ધ્રુવ ચિપગોપેકર આજે ફરી NCB ઓફિસ પહોંચ્યા છે. એજન્સીએ સુશાંતની ટેલેન્ટ મેનેજર જયા સાહા સાથે બીજી વખત પૂછપરછ કરી. આ બંને સાથે છ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. NCBએ ટીવી કલાકાર સનમ જૌહર અને અબિગૈલ પાંડેને પૂછપરછ માટે બોલાવ્યા હતા. બંને એનસીબીની ઓફિસ પહોંચી ગયા છે. સાહાએ એનસીબી સામે ફરી હાજરી લગાવવા પડશે અને સૂત્રોનું કહેવું છે કે મંટેના તેમને સામને-સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news