Video: દિવાળી પાર્ટીમાં વિચિત્ર કપડાં પહેરીને પહોંચી મલાઈકા, જોઈને તમે પણ કહેશો કે આ શું?

Malaika Arora: બોલીવુડમાં દિવાળીની ભવ્ય ઉજવણી જોવા મળી રહી છે. દરેક સિતારાઓ પૂરજોશમાં દિવાળી ઉજવતા જોવા મળી રહ્યા છે. ત્યારે સોનમ કપૂરના ત્યાં પણ દિવાળીની ભવ્ય ઉજવણી જોવા મળી. મલાઈકા કાર્યક્રમની તમામ લાઈમલાઈટ લૂટી ગઈ. તેણે કઈંક એવો આઉટફિટ પહેર્યો હતો જેના કારણે લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા. આ પાર્ટીમાં તે તેના પાર્ટનર અર્જૂન કપૂર સાથે પહોંચી હતી. લોકોએ તેને જોતાની સાથે જ સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. 

Video: દિવાળી પાર્ટીમાં વિચિત્ર કપડાં પહેરીને પહોંચી મલાઈકા, જોઈને તમે પણ કહેશો કે આ શું?

Malaika Arora: બોલીવુડમાં દિવાળીની ભવ્ય ઉજવણી જોવા મળી રહી છે. દરેક સિતારાઓ પૂરજોશમાં દિવાળી ઉજવતા જોવા મળી રહ્યા છે. ત્યારે સોનમ કપૂરના ત્યાં પણ દિવાળીની ભવ્ય ઉજવણી જોવા મળી. અહીં સિતારાઓ ખુબ જ સ્ટાઈલિશ અંદાજમાં દિવાળી ઉજવતા જોવા મળ્યા. આ બધા વચ્ચે જે સૌથી વધુ ચર્ચામાં જોવા મળ્યા તેમાં મલાઈકાનું નામ ટોપ પર છે. મલાઈકા કાર્યક્રમની તમામ લાઈમલાઈટ લૂટી ગઈ. તેણે કઈંક એવો આઉટફિટ પહેર્યો હતો જેના કારણે લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા. આ પાર્ટીમાં તે તેના પાર્ટનર અર્જૂન કપૂર સાથે પહોંચી હતી. લોકોએ તેને જોતાની સાથે જ સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. 

સોનમ કપૂરના ઘરે પહોંચી મલાઈકા
ગત રાતે સોનમ કપૂરના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન થયું હતું. આ પાર્ટીમાં તમામ સિતારાઓ સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળ્યા. જેમાં અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા પણ સામેલ છે. પણ અહીં મલાઈકાના આઉટફિટે ટ્રોલર્સને પાછું ટ્રોલ કરવા માટે કારણ આપી દીધુ. અત્રે જણાવવાનું કે અર્જૂન કપૂર સોનમ કપૂરનો પિતરાઈ ભાઈ છે. જેને કારણે કદાચ મલાઈકાએ પોતાના ડ્રેસ સાથે આવો પ્રયોગ કર્યો હોય તેવું બની શકે. જેથી કરીને અલગ દેખાય. 

મલાઈકાનો કઈક આવો હતો લૂક
મલાઈકાના લૂકની વાત કરીએ તો તેણે ગ્રીન કલરનો આઉટફિટ પહેર્યો હતો. તેણે ડીપ નેક બ્લાઉઝ સાથે સ્લિટવાળું સ્કર્ટ કેરી કરેલું હતું અને તેને એક લાંબા કેપ સાથે ટીમ અપ કર્યું હતું. મલાઈકાએ વાળ ખુલ્લા રાખ્યા હતા અને હાઈ હિલ્સમાં તે થોડી અસહજ પણ જણાતી હતી. જ્યારે અર્જૂન કપૂરે સિંપલ બ્લેક રંગનો કૂર્તો પાયજામો પહેર્યો હતો. જેમાં તે ક્લાસી દેખાતો હતો. બંનેએ પાર્ટીમાં હાથમાં હાથ નાખીને એન્ટ્રી કરી હતી. 

અત્રે જણાવવાનું કે હાલમાં જ મલાઈકા અરોડાનો જન્મદિવસ ગયો. ત્યારે અર્જૂન કપૂરે મલાઈકા પર ખુબ પ્રેમ લૂટાવ્યો હતો. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક તસવીર શેર કરીને પ્રેમસભર પોસ્ટ કરી હતી. અર્જૂને મલાઈકા સાથેની એક તસવીર શેર કરીને લખ્યું કે 'ધ યિન ટુ માય યાંગ, હેપ્પી બર્થડે બેબી. તુ જેમ છે તેમ જ રહે, હંમેશા મારી રહે.' નોંધનીય છે કે અભિનેત્રીએ સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા પરંતુ બંનેનો સંબંધ ચાલ્યો નહીં. મલાઈકા-અરબાઝના ડિવોર્સ થઈ ચૂક્યા છે. બંનેનો એક પુત્ર પણ છે, જેનું નામ અરહાન ખાન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news