ઈન્ટીમેટ સીન સમયે આ હીરો થઈ ગયો હતો બેકાબૂ, મેક-અપ રૂમમાં છુપાઈ ગઈ હતી ડિમ્પલ કાપડિયા

Bollywood News: ડિમ્પલ કાપડિયાએ તેની કારકિર્દીમાં હિન્દી સિનેમાને ઘણી હિટ ફિલ્મો આપી છે. પરંતુ શું તમે જાણો છો કે એકવાર તેની સાથે સેટ પર એક વિચિત્ર ઘટના બની હતી. જેણે અભિનેત્રીના હોશ ઉડાવી દીધા હતા.

ઈન્ટીમેટ સીન સમયે આ હીરો થઈ ગયો હતો બેકાબૂ, મેક-અપ રૂમમાં છુપાઈ ગઈ હતી ડિમ્પલ કાપડિયા

Bollywood Kisse: ઈન્ટીમેટ સીન કરતી વખતે જ્યારે આ એક્ટર બેકાબૂ થઈ ગયો ત્યારે ડિમ્પલ કાપડિયા મેક-અપ રૂમમાં છુપાઈ ગઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ડિમ્પલ કાપડિયા 'પ્રેમ ધરમ'નું શૂટિંગ કરી રહી હતી. આ ફિલ્મમાં તેનો હીરો વિનોદ ખન્ના હતો.  વિનોદ ખન્ના વિશે એવા અહેવાલ હતા કે તેઓ ફિલ્મમાં રોમેન્ટિક સીન કરતી વખતે બેકાબૂ બની જાય છે.

રિપોર્ટ્સ અનુસાર, જ્યારે વિનોદ ખન્ના ફિલ્મ 'દયાવાન'માં માધુરી દીક્ષિત સાથે ઈન્ટીમેટ સીન આપી રહ્યા હતા ત્યારે તેઓ એટલા બેકાબૂ થઈ ગયા કે તેમણે એક્ટ્રેસના હોઠ કરડી નાખ્યા હતા. આવી જ ઘટના ડિમ્પલ કાપડિયા સાથે પણ બની હતી. જ્યારે તે વિનોદ સાથે 'પ્રેમ ધરમ' કરી રહી હતી.

આ સમયે વિનોદ ખન્ના ખૂબ હિટ હતા અને ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી રહ્યા હતા. આ જ કારણ છે કે મહેશ ભટ્ટે આ ફિલ્મનો એક સીન રાત્રે શૂટ કરવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે સેટની લાઇટ ખૂબ જ ઝાંખી હતી અને એક્શન બોલતાં જ વિનોદ ખન્નાએ ડિમ્પલને કિસ કરવાનું શરૂ કરી દીધું હતું.

જ્યારે સીન પૂરો થયો અને મહેશ ભટ્ટે કટ કહ્યું ત્યારે વિનોદે તેમની વાત ન સાંભળી અને સીન કરવાનું ચાલુ રાખ્યું. જે બાદ ડિમ્પલ એટલી ડરી ગઈ કે તે ભાગીને મેક-અપ રૂમમાં છુપાઈ ગઈ. આ ઘટના બાદ ડિમ્પલે વિનોદ સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. પરંતુ ત્યારબાદ મહેશ ભટ્ટે અભિનેત્રીની માફી માંગી હતી. આ અંગે સ્પષ્ટતા આપતા મહેશે કહ્યું હતું કે વિનોદ તે સમયે નશામાં હતો. જણાવી દઈએ કે ડિમ્પલ અને વિનોદની આ ફિલ્મ ક્યારેય રિલીઝ થઈ શકી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news