Delhi Violence: Deep Sidhu પર 1 લાખ રૂપિયાનું ઇનામ, અન્ય આરોપીઓ સામે કાર્યવાહી
પ્રજાસ્તાક દિવસ પર થયેલી હિંસા મામલે પંજાબી એક્ટર દીપ સિદ્ધૂ પર એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. સિદ્ધૂ ઉપરાંત ગુરજોત સિંહ, ગુરજંત સિહ ફર પણ એક લાખ રૂપિયાનું ઇનામ જાહેરા કરવામાં આવ્યું છે
Trending Photos
નવી દિલ્હી: પ્રજાસ્તાક દિવસ પર થયેલી હિંસા મામલે પંજાબી એક્ટર દીપ સિદ્ધૂ પર એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. સિદ્ધૂ ઉપરાંત ગુરજોત સિંહ, ગુરજંત સિહ ફર પણ એક લાખ રૂપિયાનું ઇનામ જાહેરા કરવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે, 26 જાન્યુઆરીના દિવસે ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસામાં આ લોકો મોસ્ટ વોન્ટેડ છે જેમના પર હવે ઇનામની જાહેરાત કરવામાં આવી છે.
આ તમામની સાથે સાથે દિલ્હી પોલીસે જજબીર સિંહ, બૂટા સિંહ, સુખદેવ સિંહ અને ઈકબાલ સિંહ પર 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. તમને જણાવી દઇએ કે, દીપ સિદ્ધૂ ટ્રેક્ટર રેલીના દિવસ લાલ કિલ્લા પર વીડિયો લાઇવ કરતા જોવા મળ્યો હતો. તે દરમિયાન લાલ કિલ્લાના પ્રચારી પર ધાર્મિક ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. સાથે જ લાલ કિલ્લામાં તોડફોડ કરવામાં આવી હતી.
તમને જણાવી દઇએ કે, પ્રજાસત્તાક દિવસ પર થયેલી હિંસા બાદથી દીપ સિદ્ધૂ ઘણી વખત વીડિયો લાઈવ કરી ચૂક્યો છે પરંતુ અત્યાર સુધી તપાસ ટીમની પકડથી બહાર છે. એવામાં તેણે સ્પષ્ટતા કરી છે કે, તેણે કોઈને ઉશ્કેર્યા નથી અને ના કોઇ ખોટું કામ કર્યું છે. તેને ફસાવવામાં આવી રહ્યો છે. સિદ્ધૂનું કહેવું છે કે, સમય આવશે ત્યારે તે પોલીસની સામે ઉપસ્થિત પણ થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે