દીપિકા પાદુકોણ ટ્રોલ થઈ, વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર રણબીર કપૂર સાથેનો ફોટો કર્યો હતો શેર

દીપિકા પાદુકોણ ટ્રોલ થઈ, વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર રણબીર કપૂર સાથેનો ફોટો કર્યો હતો શેર

નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર તેમના બ્રેક-અપ બાદ પણ ગાઢ મિત્રો છે. તેમણે ત્યાર બાદ અનેક ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું છે. વર્લ્ડ ફોટોગ્રાફી ડેના રોજ દીપિકાએ રણબીર કપૂર સાથેનો ફિલ્મ તમાશાનો એક ફોટો શેર કર્યો હતો. જોકે, આ સોશિયલ મીડિયાના યુઝર્સને આ ફોટો ગમ્યો નહીં અને ફોટાને કારણે દીપિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થઈ હતી. 

ભૂતપૂર્વ પ્રેમીઓનો આ ફોટો ઈમ્તિયાઝ અલી નિર્દેશિત ફિલ્મ 'તમાશા'ના શૂટિંગ દરમિયાન કોર્સિકા ખાતે ખેંચવામાં આવ્યો હતો. દીપિકાએ આ ફોટો શેર કરતાં લખ્યું હતું, 'કેપ્ચરિંગ મોમેન્ટ્સ'.

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

કેટલીક ટ્રોલ્સ અહીં રજૂ કરી છે. 

જોકે, એ તો સૌ જાણે કે ટ્રોલ્સમાં મોટાભાગે બિભત્સ ટિપ્પણીઓ કરવામાં આવતી હોય છે. 

આ દરમિયાન મળતી માહિતી મુજબ દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘ આ વર્ષે નવેમ્બર મહિનામાં લગ્નગ્રંથીથી જોડાવાના છે. તેમણે લગ્નસ્થળ તરીકે ઈટાલીમાં આવેલું કોમો તળાવ ફાઈનલ કર્યું છે. સાથે જ લગ્ન સમારોહમાં આવનારા લોકો માટે વિશેષ ગાઈડલાઈન્સ પણ આપવામાં આવી છે. એવું કહેવાય છે કે, તેમનાં લગ્ન અત્યંત અંગત રહેશે અને માત્ર નજીકના સંબંધીઓ જ તેમાં હાજર રહેશે. 

જોકે, હવે રણબીર કપૂર આજકાલ તેની નવી પ્રેમીકા આલિયા ભટ્ટ સાથે ફરતો જોવા મળી રહ્યો છે. એવું કહેવાય છે કે, આ બંને બુલ્ગેરિયામાં તેમની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગ દરમિયાન પ્રેમમાં પડ્યા છે. 

તાજેતરમાં જ એક ફેશન મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં રણબીરે સ્વીકાર્યું હતું કે તેમનો સંબંધ એકદમ તાજો જ છે. તેઓ એક-બીજાના પરિવાર સાથે પણ અનેક સ્થળે જોવા મળે છે અને એવી અફવા છે કે બંને આગામી વર્ષે લગ્નગ્રંથીથી જોડાઈ જશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news