ડ્રગ્સ કેસ: મીડિયામાં નામ સામે આવતા કરણ જોહરે તોડ્યું મોન, પાર્ટી વિશે જાણો શું કહ્યું...

ડ્રગ્સ કેસ મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ આજે દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની મેનેજર કરિશ્મા પ્રકાશ (Krishama Prakash), એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh), ધર્મા પ્રોડક્શનના એક્ઝીક્યૂટિવ પ્રોડ્યૂસર ક્ષિતિજ પ્રસાદ (Kshitij Prasad) અને અનુભવ ચોપડા (Anubhav Chopra)ની પૂછપરછ કરશે.

ડ્રગ્સ કેસ: મીડિયામાં નામ સામે આવતા કરણ જોહરે તોડ્યું મોન, પાર્ટી વિશે જાણો શું કહ્યું...

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસ સંબંધિત ડ્રગ્સ કેસની તપાસનો વ્યાપ વધતો જાય છે. આ મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ આજે દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની મેનેજર કરિશ્મા પ્રકાશ (Krishama Prakash), એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh), ધર્મા પ્રોડક્શનના એક્ઝીક્યૂટિવ પ્રોડ્યૂસર ક્ષિતિજ પ્રસાદ (Kshitij Prasad) અને અનુભવ ચોપડા (Anubhav Chopra)ની પૂછપરછ કરશે.

NCBના ડેપ્યુટી ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું કે, અનુભવ ચોપડા અને ક્ષિતિજ પ્રસાદ હજી સુધી એનસીબીની ઓફિસમાં છે. તેમની ધરપકડ કરવામાં આવી નથી. અત્યાર સુધી બંને કસ્ટડીમાં છે. એનસીબી તેમની ધરપકડ કરી શકે છે.

દીપિકા અને મેનેજરની આમને-સામને પૂછપરછ થશે
શનિવારે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર સાથે એનસીબીના અધિકારીઓ પૂછપરછ કરશે. સાથે જ દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશ (Karishma Prakash)ને પણ શનિવારે ફરીથી બોલાવવામાં આવી છે. તેને પૂછપરછ માટે એનસીબી ગેસ્ટ હાઉસ બોલાવાઈ છે. જાણકારોનું માનવું છે કે, NCB દીપિકા અને મેનેજરની આમને-સામને પૂછપરછ કરી શકે છે.

શનિવારના દીપિકા પાદુકોણને સવારે 10 વાગે NCBએ બોલાવી છે. ત્યારબાદ સાડા 10 વાગે કરિશ્માને NCB ગેસ્ટ હાઉસ પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારે સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને એનસીબીની ઝોનલ ઓફિસમાં બોલાવાઈ છે.

કરિશ્માએ NCBના અધિકારીઓને શુક્રવારે 6 કલાકથી વધારે સમય સુધી પૂછપરછ કરી છે. સૂત્રોના અનુસાર કરિશ્માએ 2017ની વોટ્સએપ ચેટની કબૂલાત કરી છે. પરંતુ તેણે ડ્રગ્સની વાત નકારી છે. તેણે NCBને જણાવ્યું કે, હું માત્ર સિગરેટ પીવું છું. તેણે કહ્યું કે દીપિકા હેલ્થને લઇને ઘણી જાગૃત છે તેણે ક્યારે ડ્રગ્સ લેતી નથી.

કરિશ્મા પ્રકાશ દીપિકા પાદુકોણની સાથે લગભગ 8 વર્ષથી જોડાયેલી છે. જ્યારે તે લગભગ 9 વર્ષથી ક્વાન કંપનીમાં કામ કરી રહી છે. એટલા માટે NCB દીપિકા અને કરિશ્માને આમને સામને બેસાડીને પૂછપરછ કરવા માંગે છે.

કરણ જોહરે તોડ્યુ મૌન
આ વચ્ચે કરણ જોહરે એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. કેટલાક પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યાં છે કે 28 જુલાઈ 2019ના મારા ઘરમાં યોજાયેલી પાર્ટીમાં ડ્રગ્સ કંઝ્યૂમ કરવામાં આવ્યા હતા. મેં 2019માં તે સ્પષ્ટ કર્યું હતું કે, તે આરોપ ખોટો છે. તેણે વધુમાં કહ્યું કે, હું એકવાર ફરી તે સ્પષ્ટ કરવા માંગુ છું કે, આ સમાચાર ખોટા અને પાયાવિહોણા છે. મારા ઘરમાં યોજાયેલી પાર્ટીમાં કોઇપણ પ્રકારના ડ્રગ્સનો ઉપયોગ થયો નથી.

તેણે ક્ષિતિજ પ્રસાદ વિશે સ્ટેટમેન્ટમાં કહ્યું કે, મિસ્ટર ક્ષિતિજ રવિ પ્રસાદે વર્ષ 2019માં ધર્મેટિક ઇન્ટરટેનમેન્ટ (ધર્મા પ્રોડક્શનની સિસ્ટર કંપની)ના એક પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ આધાર પર એક્ઝીક્યૂટિવ પ્રોડ્યૂસર તરીકે જોઈન કર્યું હતું. જો કે, તે પ્રોજેક્ટ બંધ થઇ ગયો છે.

તેણે અંતે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી મારા પર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. હું આશા કરુ છું કે, મીડિયા આ સમાચાર દેખાળવા/ છાપવાનું બંધ કરે, નહી તો હું કાનૂની પદ્ધતિ અપનાવવા માટે મુક્ત છું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news