જાણો, પોતાના હનીમૂન પ્લાન પર શું બોલી દીપિકા પાદુકોણ

મહત્વનું છે કે, બોલીવુડ અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણે ગત મહિને ઈટાલીમાં લગ્ન કર્યા હતા. 

જાણો, પોતાના હનીમૂન પ્લાન પર શું બોલી દીપિકા પાદુકોણ

નવી દિલ્હીઃ ગત મહિને દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નના પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન આ મહિનાની શરૂઆત સુધી ચાલ્યા છે. પરંતુ હજુ આ કપલ હનીમૂન પર ગયું નથી. આ વિશે હાલમાં દીપિકાએ એક ઈવેન્ટમાં ચર્ચા કરી હતી. 

બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નને એક મહિનો થઈ ગયો છે. બંન્ને એક્ટર્સે ઇટાલીના લેક કોમોમાં નજીકના મિત્રો અને પરિવારજનો વચ્ચે લગ્ન કર્યા હતા. ત્યારબાદ રણવીર અને દીપિકાએ બેંગલુરૂ અને મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું. 

દીપિકા-રણવીરના લગ્ન બાદ સેલિબ્રેશન ડિસેમ્બર સુધી ચાલ્યું પરંતુ પોતાના વ્યસ્ત કાર્યક્રમને કારણે હજુ સુધી બંન્ને હનીમૂન પર જઈ શક્યા નથી. પરંતુ દીપિકાએ હાલમાં પ્રથમવાર હનીમૂન પ્લાન વિશે વાત કરી હતી. દીપિકાએ એક ઈવેન્ટમાં જણાવ્યું કે, હજુ સુધી અમારા હનીમૂન વિશે કોઈ પ્લાન બનાવ્યો નથી. 

પોતાના પતિ રણવીરની આવનારી ફિલ્મ સિંબાએ ટ્રેલર વિશે દીપિકાએ જણાવ્યું કે, તેને આ ટ્રેલર પસંદ આવ્યું છે અને તેને વિશ્વાસ છે કે આ ફિલ્મ સુપરહિટ સાબિત થશે. તેણે કહ્યું કે, ફિલ્મ રિલીઝ થયા બાદ જ તે પોતાના હનીમૂન અને બર્થડે પ્લાન્સ પર વિચાર કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news