એક કલાકાર જેના મોત પર સલમાન પણ રોઈરોઈને થઈ ગયો હતો અધમુઓ

16 ડિસેમ્બર, 2004ના દિવસે આ કલાકારનું કિડની ફેઇલ થવાને કારણે અવસાન થયું હતું

એક કલાકાર જેના મોત પર સલમાન પણ રોઈરોઈને થઈ ગયો હતો અધમુઓ

મુંબઈ : બોલિવૂડમાં આજે એક એવા કલાકારની પુણ્યતિથી છે. આ એક્ટર છે લક્ષ્મીકાંત બર્ડે. 16 ડિસેમ્બર, 2004ના દિવસે આ કલાકારનું કિડની ફેઇલ થવાને કારણે અવસાન થયું હતું. તેના મૃત્યુ પર બોલિવૂડના ટોચના એક્ટર સલમાન ખાન રોઈરોઈને અધમુઓ થઈ ગયો હતો. સલમાન અને લક્ષ્મીકાંત વચ્ચેની કેમિસ્ટ્રી જબરદસ્ત હતી અને તેમણે અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. લક્ષ્મીકાંતે મૈંને પ્યાર કિયા, હમ આપકે હૈં કૌન તેમજ ધૂમ ધડાકા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 

લક્ષ્મીકાંત મરાઠી ફિલ્મોના સુપરસ્ટાર હતા પણ હિન્દી ફિલ્મોમાં કામ કરવાને કારણે તેમને અલગ જ ઓળખ મળી છે. લક્ષ્મીકાંતે 'મૈંને પ્યાર કિયા'થી ડેબ્યુ કર્યું હતું. હિન્દી ફિલ્મોમાં '100 ડેઝ', 'હમ આપકે હૈં કૌન' અને 'સાજન' તેની ખાસ ફિલ્મો છે. લક્ષ્મીકાંત ભલે સાઇડ રોલ કરવા માટે ફેમસ થયા હોય પણ તેમની ભૂમિકા હંમેશા દમદાર રહેતી હતી. તેમણે અનેક ફિલ્મોમાં નોકરનો રોલ ભજવ્યો હતો પણ શાનદાર એક્ટિંગથી તેઓ હિરો બની ગયા .                 

લક્ષ્મીકાંત બર્ડેએ પહેલાં લગ્ન રૂહી બર્ડે સાથે કર્યા હતા. આ લગ્નજીવન દરમિયાન તેનું પ્રિયા અરૂણ સાથે અફેર શરૂ થઈ ગયું હતું. લક્ષ્મીકાંતની પહેલી પત્નીનું કેન્સરને કારણે અવસાન થઈ જતા તેણે અને પ્રિયાએ લગ્ન કરી લીધા હતા. આ લગ્નને કારણે તેમને બે બાળકો તેજસ્વિની અને અભિનય થયા હતા. લક્ષ્મીકાંતે 'અભિનય આર્ટસ'ના નામે પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરી દીધું હતું પણ 2004 તેમનું અકાળે અવસાન થઈ ગયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news