હાર્દિક અને રાહુલ છે બદમાશ કંપની, કોફી વિથ કરણમાં ખુલશે વિચાર્યા ન હોય એવા રાઝ

પ્રોમો જોયા બાદ એવું લાગી રહ્યું છે કે ક્રિકેટર્સ શોમાં મોટામોટા શોટ્સ મારવાના છે.

હાર્દિક અને રાહુલ છે બદમાશ કંપની, કોફી વિથ કરણમાં ખુલશે વિચાર્યા ન હોય એવા રાઝ

મુંબઈ : કરણ જોહરના જાણીતા શો કોફી વિથ કરણના આગામી એપિસોડમાં હાર્દિક પટેલ અને કે.એલ. રાહુલ જેવા ક્રિકેટરો ફટકાબાજી કરતા જોવા મળશે. દર્શકોએ અત્યાર સુધી બોલીવૂડના સેલિબ્રિટીઓને જ જોયા છે. કોફી વિથ કરણ-6ના આવનારા એપિસોડમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલ બંનેની જોડી જોવા મળશે. આ એપિસોડનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને આ શોનો એક પ્રોમો રીલિઝ કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં જેમાં હાર્દિક પંડ્યા અને કે.એલ.રાહુલ કરણ જોહર સાથે ખૂબ મોજ-મસ્તી કરી રહ્યા છે. પ્રોમો જોયા બાદ એવું લાગી રહ્યું છે કે ક્રિકેટર્સ શોમાં મોટામોટા શોટ્સ મારવાના છે. 

પ્રોમોમાં જ્યારે કરણે આ બંને ખેલાડીઓને પૂછ્યું કે, ચીયરલીડર્સને જોઈને કોનું ધ્યાન ભટકે છે? ત્યારે રાહુલે કહ્યું કે, હાર્દિકનું ધ્યાન ક્યારેય ભટકતું નથી. કારણ કે તે એ તમામ ચિયરલીડર્સ સાથે ડેટ કરી ચૂક્યો છે. કે. એલ. રાહુલે એ પણ વાત કહી કે, લોકો વિચારતા હોય છે કે, રાહુલ અને હાર્દિક પંડ્યા ડેટ કરતા રહે છે.

કોફી વિથ કરણના આ ખાસ એપિસોડમાં જ્યારે કરણે પૂછ્યું કે, તમે ક્યારેય કોઈ છોકરીને ફ્લર્ટ મેસેજ ફોરવર્ડ કર્યો છે? ત્યારે હાર્દિક પંડ્યાએ આંગળીથી પોતાના તરફ ઈશારો કર્યો. આ એપિસોડમાં આ પ્રકારના અનેક સવાલ પર હાર્દિક અને રાહુલના પ્રતિસાદ જોવા જેવા છે. જોકે, આ સિવાય પણ ક્રિકેટને લગતી વાત પણ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news