ટી સિરીઝના માલિક ભુષણ કુમાર વિરૂદ્ધ નોંધવામાં આવી સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ

થોડા સમય પહેલાં #MeToo અભિયાન અંતર્ગત તેની સામે ફરિયાદ કરવામાં આવી હતી

ટી સિરીઝના માલિક ભુષણ કુમાર વિરૂદ્ધ નોંધવામાં આવી સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ

સચિન ગાડ/મુંબઈ : થોડા સમય પહેલાં #MeToo અભિયાન અંતર્ગત અનેક લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આમાં એક નામ ભુષણ કુમારનું પણ હતું. એ સમયે ભુષણ કુમારે તેના પર લાગેલા તમામ આરોપોને નકારી દીધા હતા. જોકે હવે આ મામલામાં તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 

મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ભુષણ કુમાર વિરૂદ્ધ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ (sexual harassment)ની લેખિત ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ તેની કંપનીમાં કામ કરનારી મહિલાએ કરી છે. આ મહિલાએ ભુષણ પર અનેક ગંભીર આરોપ લગાવ્યા છે જેના આધારે પોલીસ તપાસ ચાલી રહી છે. આ મામલે અત્યાર સુધી ભુષણ કુમાર વિરૂદ્ધ કોઈ મામલો નોંધવામાં નહોતો આવ્યો પણ હવે ફરિયાદ કરવામાં આવી છે. ટી સિરીઝના પ્રમુખ ભુષણ કુમાર પર ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ટ્વિટર પર એક અજ્ઞાત મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ભુષણ કુમારે તેના પ્રોડક્શન હાઉસની ત્રણ ફિલ્મોના ગીતો ગાવાના બદલે તેની સાથે જાતીય સંબંધો બાંધવાનું કહ્યું હતું. 

મહિલાએ આરોપ લગાવતા કહ્યું કે તેણે જ્યારે ભુષણ કુમારનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો ત્યારે તેણે તેની કરિયર બર્બાદ કરી નાખવાની ધમકી આપી હતી. ભુષણ કુમારી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે હું એ જાણીને ચિંતિત અને દુખી છું કારણ કે એક અજ્ઞાત વ્યક્તિએ મારું નામ ‘#MeToo’ અભિયાનમાં લીધું છે. મારા પર લાગેલા આ આરોપ ખોટા છે અને મારી છબી હંમેશા સ્વચ્છ રહી છે. આ ટ્વીટનો ઉપયોગ મારું નામ વિવાદોમાં સંડોવવા માટે લેવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news