રાજૂ શ્રીવાસ્તવ હજુ વેન્ટિલેટર પર, જાણો કોમેડિયનના સ્વાસ્થ્ય પર લેટેસ્ટ અપડેટ
રાજૂ શ્રીવાસ્તવને લઈને સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની અફવાઓ ઉડી રહી છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે તેમનું સ્વાસ્થ્ય સ્થિર છે. તેમને આઈસીયૂમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટીવીના જાણીતા કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ આ સમયે કાર્ડિયક અરેસ્ટને કારણે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે રાજૂ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યમાં વધુ સુધાર થતો જોવા મળી રહ્યો નથી. હાલ તેને આઈસીયૂ વોર્ડમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે, ડોક્ટરો સતત કોમોડિયનના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યાં છે. પરંતુ પાછલા દિવસોમાં આવેલા સમાચાર પ્રમાણે તેની તબીયતમાં થોડો સુધાર જોવા મળ્યો હતો.
ન્યૂઝ એજન્સી એએનઆઈએની માહિતી પ્રમાણે કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવની તબીયતમાં કોઈ સુધાર જોવા મળ્યો નથી. તે હજુ વેન્ટિલેટર પર છે. કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને લઈને સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની અફવાઓ ઉડી રહી છે. જેને લઈને તેમના બિઝનેસ મેનેજરે સત્તાવાર સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી. મેનેજરે ફેન્સને કહ્યું હતું કે, કોમેડિયનના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે.
Comedian Raju Srivastava continues to be on ventilator & remains critical. He's under observation by a team of AIIMS doctors
He was admitted to AIIMS Delhi on Aug 10 after experiencing chest pain & collapsing while working out at gym.He underwent an angioplasty later
(File pic) pic.twitter.com/6M0rIwpTuo
— ANI (@ANI) August 13, 2022
પરિવારે ગુરૂદ્વારામાં કરી પ્રાર્થના
રાજૂના ભાઈ કાજૂ શ્રીવાસ્તવના સાળા પ્રશાંતે જાણકારી આપી કે એમ્સમાં પરિવારના બધા લોકો ઉપસ્થિત છે. રાજૂ ભાઈની કાલે જે સ્થિતિ હતી તેવી સ્થિતિ આજે છે. કાલે તેમના સ્વાસ્થ્યમાં થોડો સુધાર થયો તેમ ડોક્ટરોએ જણાવ્યું હતું. આજે સવારે પરિવારના લોકો ગુરૂદ્વારામાં રાજૂ જી માટે વાહેગુરૂને પ્રાર્થના કરવા ગયા હતા. બધા લોકો એમ્સમાં ભગવાનને યાદ કરે છે. દેશના લાખો લોકો તેમના સારા સ્વાસ્થ્ય માટે કામના કરી રહ્યાં છે તો અમે પણ ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યાં છીએ.
આ પણ વાંચોઃ Har Ghar Tiranga: ફિલ્મ પર વિવાદ વચ્ચે તિરંગાની સાથે જોવા મળ્યા આમિર ખાન... લોકોએ કહ્યું કે....
પીએમ મોદીએ આપ્યું હતું મદદનું આશ્વાસન
નોંધનીય છે કે રાજૂ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટે દિલ્હીમાં જિમમાં વર્કઆઉટ કરવા દરમિયાન એટેક આવ્યો હતો. ત્યારબાદ કોમેડિયનને તત્કાલ દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના સ્વાસ્થ્યની જાણકારી મળ્યા બાદ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી લઈને પ્રધાનમંત્રી મોદીએ પણ તેમના પરિવાર સાથે વાત કરી મદદનું આશ્વાસન આપ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે