"પહેચાન કોણ" ફોટોમાં દેખાતી બાળકી ઓળખી બતાવો, પ્રોફેશનલથી વધારે પર્સનલ લાઈફ ચર્ચામાં

મોટા પરદા પર ભલે આ ચહેરો એટલો ચમક્યો ના હોય પરંતુ નાના પરદા પર આ ચેહરો દર્શકોની જાન બની ગયો છે.

"પહેચાન કોણ" ફોટોમાં દેખાતી બાળકી ઓળખી બતાવો, પ્રોફેશનલથી વધારે પર્સનલ લાઈફ ચર્ચામાં

નવી દિલ્હી: માથા પર મુકટ અને ગળામાં ફૂલોની માળા પહેરેલી જોવા મળતી આ પ્યારી બાળકી તેના રિલેશનશિપના કારણે હંમેશા ચર્ચામાં રહી છે. હાલમાં બોલીવુડ અને ટીવી સ્ટારની જૂની તસવીરો શેર કરવાનું ચલણ ઘણું વધી રહ્યું છે. ટીવીથી લઇને બોલીવુડ અને બોલીવુડથી લઇને ભોજપુરી સ્ટારની જૂની અને બાળપણની તસવીરો જોવાની ફેન્સ ઘણી પસંદ કરે છે. દરરોજ કોઈને કોઈ સ્ટાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થતા જોવા મળે છે. આજે આ લિસ્ટમાં સામેલ છે બોલીવુડ અને ટીવીની ટોપ એક્ટ્રેસનો ચહેરો. મોટા પરદા પર ભલે આ ચહેરો એટલો ચમક્યો ના હોય પરંતુ નાના પરદા પર આ ચેહરો દર્શકોની જાન બની ગયો છે.

સોશિયલ મીડિયા પર આ એક્ટ્રેસની બાળપણની તસવીર વાયરલ થઈ રહી છે. ત્યારે આવો આપડે એક ગેમ રમીએ. આ ગેમમાં તમારે બે હિંટ્સ દ્વારા આ એક્ટ્રેસનું નામ ઓળખવાનું રહશે. જો તમે તેને અત્યારે જ ઓળખી ગયા છો તો સારી વાત છે. પરંતુ જો નહીં તો અમે તમને બે હિંટ્સ આપશું જે બાદ આ એક્ટ્રેસનું નામ તરત જાણી જશો. હિંટ- આ એક્ટ્રેસ હાલમાં તેના પતિ સાથે સ્માર્ટ જોડીમાં જોવા મળી  રહી છે. તો બીજી તરફ ટૂંક સમયમાં આ એક્ટ્રેસનો ઓલ્ટ બાલાજી પર એક શો પણ આવવાનો છે. જેને પ્રમોટ કરવા તે કંગના રનૌતના શોમાં પહોંચી હતી.

અમે જાણીએ છે કે આ બે હિંટ્સ બાદ તમે આ એક્ટ્રેસનું નામ તરત જાણી ગયા હશો. પરંતુ તેમ છતાં જે લોકો હજુ સુધી ઓળખી શક્યા નથી તેમને જણાવી દઈએ કે ફોટોમાં દેખાતી આ સુંદરી બીજું કોઈ નહીં અંકિતા લોખંડે છે. અંકિતા લોખંડે હાલમાં પતિ વિક્કી જૈન સાથે સ્ટાર પ્લના શો સ્માર્ટ જોડીમાં જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ તે ઓલ્ટ બાલાજી પર તેનો પોપ્યુલર શો પવિત્ર રિશ્તા 2 લઇને આવી રહી છે. આ શોને પ્રમોટ કરવા માટે હાલમાં જ અંકિતા લોખંડે કંગના રનૌતના લોકઅપમાં પહોંચી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news