National Film Awards: સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'છીછોરે'ને મળ્યો રાષ્ટ્રીય એવોર્ડ
67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની આજે જાહેરાત કરવામાં આવી છે. કોરોના વાયરસ મહામારીને કારણે આ સેરેમનીમાં એક વર્ષનો વિલંબ થયો હતો. આજે નેશનલ મીડિયા સેન્ટરમાં આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ National Film Awards 2021: આજે 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય સૂચના તથા પ્રચારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ છીછોરેને બેસ્ટ હિન્દી ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. તો અભિનેત્રી કંગના રનૌતને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. મનોજ બાજપેયીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.
67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું લિસ્ટ
બેસ્ટ ફિચર ફિલ્મઃ Marakkar Arabikkadalinte Simham (Malyalam)
બેસ્ટ અભિનેત્રીઃ મણિકર્ણિકા અને પંગા માટે કંગના રનૌત
બેસ્ટ હિન્દી ફ્લ્મઃ છિછોરે
બેસ્ટ મેલ પ્લેબેક સિંગર- કેસરી- તેરી મિટ્ટી- B Praak
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ) પલ્લવી જોશી
બેસ્ટ અભિનેતાઃ મનોજ બાજપેયી
બેસ્ટ હિન્દી ફિલ્મઃ છીછોરે
બેસ્ટ ફિલ્મ ક્રિટિકઃ સોહિની ચટોપાધ્યાય
બેસ્ટ બુક ઇન સિનેમા- 'The Man who Watches Cinema' (અશોક રહાડે)
મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટઃ સિક્કિમ
67th National Film Awards: બેસ્ટ ઇન્વેસ્ટિગેશન ફિલ્મઃ 'Jakkal (Marathi)'
67th National Film Awards: બેસ્ટ ઇનિમેશન ફિલ્મઃ રાધા
67th National Film Awards: બેસ્ટ હરિયાવણી ફિલ્મ- છોરી છોરો સે કમ નહીં
67th National Film Awards: બેસ્ટ પંજાબી ફિલ્મ રબ દા રેડિયો 2
67th National Film Awards: બેસ્ટ મરાઠી ફિલ્મ- 'BARDO'
તમને જણાવી દઈએ કે આજે 2019માં બનેલી ફિલ્મો માટે જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત પાછલા વર્ષે 3 મે 2020ના થવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે તેને ટાળી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ માટે ઓનલાઇન એન્ટ્રી થઈ હતી. એન્ટ્રીની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2020 હતી. એક જાન્યુઆરી 2019થી લઈને 31 ડિસેમ્બર 2019 સુધી જે ફિલ્મ Central Board of Film Certification થી સર્ટિફાઇડ છે તેની એન્ટ્રી આમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે