ચુલબુલ પાંડેની આંધીમાં ઉડી BOX OFFICE, બે દિવસમાં કરી રેકોર્ડ કમાણી

સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મ દબંગ 3 (Dabangg 3) રિલીઝના પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. 20 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

ચુલબુલ પાંડેની આંધીમાં ઉડી BOX OFFICE, બે દિવસમાં કરી રેકોર્ડ કમાણી

નવી દિલ્હી : સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મ દબંગ 3 (Dabangg 3) રિલીઝના પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. 20 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મની કમાણીના આંકડા જોઈને અહેસાસ થાય છે કે ચુલબુલ પાંડે લોકોના દિલ પર રાજ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાન સિવાય સોનાક્ષી સિંહા, ડિમ્પલ કાપડિયા, સઇ માંજરેકર, અરબાઝ ખાન તેમજ સુદીપ કિચ્ચા પણ મહત્વના રોલમાં છે. પ્રભુદેવાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મનું ઓપનિંગ કલેક્શન જોયા પછી લાગે છે કે લોકોને આ ફિલ્મ બહુ પસંદ પડી છે. 

બોક્સ ઓફિસ ઇન્ડિયા પર આપવામાં આવેલ માહિતી પ્રમાણે આ ફિલ્મે આપનિંગ ડેના દિવસે 23 કરોડ રૂપિયાથી વધારે અને બીજા દિવસે 22 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી છે. આમ, આ ફિલ્મે બે દિવસમાં લગભગ 45 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે બીજા દિવસે પ્રભુદેવાના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ બિલકુલ નબળી લાગતી અને એકસરખા પ્રવાહથી આગળ વધે છે. ફિલ્મના ગીતો તો રિલીઝ પહેલાં જ લોકપ્રિય થઈ ગયા છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો વાર્તાની શરૂઆતમાં ચુલબુલ પાંડે એક લગ્નમાં લૂંટાયેલા સોનાના ઘરેણાં ગુંડાઓ પાસેથી પરત લઈ આવે છે. આ કેસને ઉકેલતા ચુલબુલનો સામનો ખૂંખાર માફિયા ડોન બાલી (કિચ્ચા સુદીપ) સાથે થાય છે. આ મુલાકાત પછી ચુલબુલને ભૂતકાળના પોતાના તમામ ઝખમ આવી જાય છે, જે હજુ ભરાયા નથી. બાલી જ તે નરાધમ છે જેણે ભૂતકાળમાં ચુલબુલ પાસેથી બધું છીનવી લીધું હતું. હવે જ્યારે બાલી ફરી એકવાર ચુલબુલની જિંદગીમાં તબાહી લાવવા માગે છે ત્યારે ચુલબુલ બરાબર લડત આપે છે.

ફિલ્મમાં પોલીસવાળાના રોલમાં સલમાને સરસ એક્ટિંગ કરી છે. તેણે ચુલબુલને ટિપિકલ રૂપથી ‘સલમાન ખાન’ અંદાજમાં ભજવ્યો છે. બાલીના રૂપમાં સુદીપનું કેરેક્ટર જેટલું દમદાર છે તેટલા જ સશક્ત અંદાજમાં તેણે તેને નિભાવ્યું છે. આ ખલનાયક પડદા પર ખૂબ જ ડેશિંગ લાગે છે. સોનાક્ષી સુંદર લાગે છે અને ન્યૂકમર એક્ટ્રેસ તરીકે સઈ પણ યોગ્ય પસંદગી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news