'ડ્રીમ ગર્લ' બની Box Office પર છવાયો આયુષ્માન, ફિલ્મની 100 કરોડની ક્લબમાં એન્ટ્રી

આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ડ્રીમ ગર્લ (Dream Girl)'નો જાદૂ બોક્સ ઓફિસ પર એવો ચાલ્યો કે ફિલ્મએ આ સપ્તાહે સિરીઝ થયેલી ફિલ્મોને પછાડતા 100 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. 
 

 'ડ્રીમ ગર્લ' બની Box Office પર છવાયો આયુષ્માન, ફિલ્મની 100 કરોડની ક્લબમાં એન્ટ્રી

નવી દિલ્હીઃ છેલ્લા એક વર્ષમાં આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)એ એવો સ્ટારડમ બનાવ્યો છે જેનો દરેક અંદાજ લોકોના દિલ જીતી લે છે. હવે આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)ની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ડ્રીમ ગર્લ' (Dream Girl)'નો જાદૂ બોક્સ ઓફિસ પર એવો ચાલ્યો કે ફિલ્મએ આ સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મોને પછાડતા 100 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. 

એવું લાગી રહ્યું છે કે દર્શકોની સાથે-સાથે બોક્સ ઓફિસ (Box Office) પર પણ  'ડ્રીમ ગર્લ' (Dream Girl)' પૂજાના અવાજનો જાદૂ છવાય ગયો છે. ફિલ્મની કમાણી દિવસે દિવસે વધતી જાય છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ ફિલ્મની કમાણીના આંકડાને સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે... જુઓ ટ્વીટ 

— taran adarsh (@taran_adarsh) September 24, 2019

આંકડા જણાવી રહ્યાં છે કે ફરી એક સામાજિક સંદેશનો તડકો આપનારા આયુષ્માન ખુરાનાએ તમામનું દિલ જીતી લીધું છે. મહત્વનું છે કે ફિલ્મ  'ડ્રીમ ગર્લ' (Dream Girl)'ને રાજ શાંડિલ્યએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મને એકતા કપૂરે પ્રોડ્યૂસ કરી છે. તો તેનું શાનદાર મ્યૂઝિક ઝી મ્યૂઝિક કંપનીના બેનર હેઠળ રિલીઝ કરવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news